AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર, જોઈને અન્ય યાત્રીઓ ચોંકી ગયા!

ચાલતી ટ્રેનના થર્ડ એસી (3A) કોચમાં એક મુસાફરે ઉપરની બર્થ પર બેસીને દીવો પ્રગટાવી પૂજા કરી રહી હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અન્ય મુસાફરોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. છતાં તેણે પોતાની હરકત બંધ કરી નહોતી.

Trending Video : ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર, જોઈને અન્ય યાત્રીઓ ચોંકી ગયા!
Train Viral VideoImage Credit source: X
| Updated on: Jul 28, 2026 | 12:42 PM
Share

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેનના 3A કોચમાં એક મુસાફર પોતાની અપર બર્થ પર બેસીને માત્ર પૂજા જ નહીં, પરંતુ દીવો પણ પ્રગટાવે છે. આ દૃશ્ય જોઈને આસપાસના મુસાફરો ગભરાઈ જાય છે. લોકોએ તેને આવું ન કરવા વિનંતી કરી હતી. પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં અને પોતાની જિદ પર અડગ રહ્યો.

ટ્રેનમાં આગ પ્રગટાવવી છે પ્રતિબંધિત

ભારતીય રેલવેના નિયમો મુજબ ટ્રેનની અંદર માચિસ, લાઇટર અથવા કોઈપણ પ્રકારની આગ પ્રગટાવવી અથવા સલગાવવી પર સખત પ્રતિબંધ છે. ટ્રેનમાં રહેલી બર્થ, ચાદર, ધાબળા અને પડદા જેવી વસ્તુઓ ઝડપથી આગ પકડી શકે છે. આવી સ્થિતિમાં ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવવો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપવા સમાન માનવામાં આવે છે.

મુસાફરો સમજાવતા રહ્યા, છતાં મુસાફરે વાત ન માની

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક મુસાફર અપર બર્થ પર દીવો પ્રગટાવીને પૂજા કરી રહ્યો છે. આસપાસ બેઠેલા લોકો તેને સતત સમજાવી રહ્યા છે કે આવું ન કરો, નહીં તો ફાયર એલાર્મ વાગી શકે છે. એક મુસાફરે તો એવું પણ કહ્યું કે, “અગરબત્તી તો બંધ કરાવી દીધી, હવે આ દીવો પણ બુઝાવી દો.” તેમ છતાં, તે વ્યક્તિ પર કોઈ અસર જોવા મળી નહોતી અને તેણે દીવો બુઝાવ્યો નહોતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ સમગ્ર ઘટનાનો વીડિયો X (Twitter) પર @JharkhandRail નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ સંદેશ કોઈપણ ધર્મ અથવા આસ્થાના વિરોધમાં નથી. પરંતુ માત્ર જાહેર સુરક્ષાનું મહત્વ સમજાવવા માટે શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Viral Video: સૂતો હતો બાળક, ગળામાં લપેટાઈ ગયો સાપ, પછી શું થયુ જુઓ Videoમાં

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
g clip-path="url(#clip0_868_265)">