સોનુ થયું સસ્તુ, આજે ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો છે 10 ગ્રામનો ભાવ
જો તમે ફેમિલી ફંક્શન અથવા લગ્ન માટે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આજના લેટેસ્ટ ભાવ તપાસો. આજે 3 જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ 220 રૂપિયા અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.

દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,5300 રૂપિયા અને ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,040 રૂપિયા છે. આજે સોનાના ભાવમાં 200 રૂપિયાથી 250 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે ચાંદીનો ભાવ 76,500 રૂપિયા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ 58,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જ્યારે 24 કેરેટ માટે ગ્રાહકોને 63,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચૂકવવા પડશે.

જો મુંબઈની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ 58,100 રૂપિયા છે અને 24 કેરેટ સોનાના ભાવ 63,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 58,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના ભાવ 64,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 58,150 અને 24 કેરેટ સોનાનો ભાવ 63,430 રૂપિયા રહ્યો છે.