તુર્કિયે
તુર્કિયે, જે સત્તાવાર રીતે ‘તુર્કિ પ્રજાસત્તાક’ તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે પશ્ચિમ એશિયાના એનાટોલીયા ક્ષેત્રમાં સ્થિત એક દેશ છે, જેનો એક નાનો ભાગ દક્ષિણપૂર્વ યુરોપમાં પૂર્વ થ્રેસ તરીકે ઓળખાય છે. તેની ઉત્તરમાં કાળો સમુદ્ર, પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન અને ઈરાન, દક્ષિણમાં ઇરાક, સીરિયા અને ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમમાં એજિયન સમુદ્ર, ગ્રીસ અને બલ્ગેરિયા આવેલા છે. તુર્કીની વસ્તી 85 મિલિયનથી વધુ છે. અહીંના મોટાભાગના લોકો તુર્કી સમુદાયના છે, જ્યારે કુર્દ લોકો સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય છે.
સત્તાવાર રીતે તુર્કિ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. અંકારા તુર્કિનું પાટનગર અને બીજું સૌથી મોટું શહેર છે, જ્યારે ઇસ્તંબુલ તેનું સૌથી મોટું શહેર અને મહત્વપૂર્ણ આર્થિક અને નાણાકીય કેન્દ્ર છે. તુર્કિના અન્ય મુખ્ય શહેરોમાં ઇઝમીર, અંતાલ્યા અને બુર્સાનો સમાવેશ થાય છે. અહીંની ભાષા ટર્કિશ છે.
‘રિપબ્લિક ઓફ ટર્કિ’ ની સ્થાપના ‘મુસ્તફા કમાલ અતાતુર્ક’ દ્વારા 1923 માં કરવામાં આવી હતી. તુર્કીમાં પહેલી ચૂંટણી 1950 માં યોજાઈ હતી. જેમાં ‘ડેમોક્રેટ પાર્ટી’ ની જીત બાદ, ‘અદનાન મેન્ડેરેસ’ એ દેશના વડા પ્રધાન પદ સંભાળ્યું. તેમણે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણું કામ કર્યું.
હવે આ મુસ્લિમ દેશ ભારત માટે પાકિસ્તાન બની રહ્યો છે, દિલ્હી વિસ્ફોટે આ વાતનો કર્યો ખુલાસો !
દિલ્હી કાર વિસ્ફોટની તપાસ કરી રહેલ સુરક્ષા એજન્સીએ એવા તાર શોધી કાઢ્યા છે કે, તેનાથી ભારતે ચિંતા કરવાની જરૂર છે. અત્યાર સુધી પાકિસ્તાન જ ભારતમાં આતંકી હુમલાો કરાવતું હતું પરંતુ પહેલી વાર ભારતમાં થયેલા આતંકી હુમલામાં હવે આ મુસ્લિમ દેશનું નામ સામે આવ્યું છે. આ દેશની સંડોવણી હોવાના પૂરતા ચોક્કસ પુરાવાઓ પણ સુરક્ષા એજન્સીઓને સાંપડ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Nov 14, 2025
- 2:57 pm
Delhi Blast : પાકિસ્તાનના ખાસ દોસ્ત તુર્કિયેથી આત્મઘાતી ડોકટરને મળતા હતા આદેશ, એજન્સીની તપાસમાં મળ્યું પગેરૂં
તુર્કિયેના અંકારામાં જ્યારે આ લોકો ગયા તે સમયે તેમનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હોઈ શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ વાતની પુષ્ટિ કરવા માટે નવી દિલ્હી સ્થિત તુર્કિયે દૂતાવાસના સંપર્કમાં છે અને દિલ્હી બ્લાસ્ટના તાર જે તુર્કિયે સુધી લંબાયા છે તેની તપાસ માટે જરૂરી સહયોગ માંગ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 13, 2025
- 2:46 pm
ઇઝરાયલના PM નેતન્યાહૂની ભારતનો દુશ્મન દેશ કરાશે ધરપકડ ? 37 ઇઝરાયલી અધિકારીઓ સામે તુર્કીએ વોરંટ જાહેર કર્યું
તુર્કીએ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત 37 ઇઝરાયલી અધિકારીઓ સામે ગાઝામાં નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યા છે.
- Sagar Solanki
- Updated on: Nov 8, 2025
- 8:38 pm
વિશ્વમાં સૌથી વધુ ‘લડાકુ ડ્રોન’ કયા દેશ પાસે છે ? ભારત કયા નંબરે છે ? જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો
'મોડર્ન વોર'ની પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. વોરમાં હવે ડ્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં ચાલો જાણીએ કે, કયા દેશની પાસે કેટલા ડ્રોન છે...
- Ravi Prajapati
- Updated on: Sep 23, 2025
- 4:36 pm
Breaking News : તુર્કીયેમાં 6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇસ્તાંબુલ સુધી ધ્રુજી ધરા, અનેક ઈમારત ધરાશાયી, જુઓ Video
રવિવારે તુર્કીયેના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 1.6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તાંબુલ શહેર સુધી લગભગ 200 કિલોમીટર દૂર અનુભવાયા હતા.
- Tanvi Soni
- Updated on: Aug 11, 2025
- 10:11 am
વડાપ્રધાન મોદીની સાઈપ્રસ યાત્રા શા માટે ખાસ ગણાઈ રહી છે? વાંચો તુર્કિય સાથેનો તેનો વિવાદ અને મોદીની આ યાત્રાથી શું જશે સંદેશ?
વિશેષજ્ઞો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઈપ્રસની મુલાકાતને તુર્કિય સાથેની રણનીતિની દૃષ્ટએ મહત્વની ગણાવી રહ્યા છ. તુર્કિયે આજકાલ પાકિસ્તાન સાથેના તેમના સંબંધો વધુ ગાઢ કર્યા છે. ત્યારે આવો જાણીએ કે સાઈપ્રસ ભારત માટે કેમ મહત્વનું છે
- Mina Pandya
- Updated on: Jun 16, 2025
- 8:46 pm
પાકિસ્તાનના આતંકવાદનુ સમર્થન કરવાનું તુર્કિયે બંધ કરે, ભારતે ચીનને પણ સંભળાવ્યું
ભારતે તુર્કિયેને પાકિસ્તાનમાં આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવાનો આગ્રહ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતને આશા છે કે તુર્કિયે પાકિસ્તાન પર દબાણ લાવશે.
- TV9 Gujarati
- Updated on: May 22, 2025
- 7:04 pm
Breaking News : પાકિસ્તાન પર વધુ એક હુમલા માટે તૈયાર હતું ભારત, પરંતુ ભીખ માંગવા લાગ્યો પાડોશી દેશ
India-Pakistan : પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) કાશિફ અબ્દુલ્લાએ સવારે 10:38 વાગ્યે ભારતના DGMOને ફોન કરીને કરાચી બંદર પર સંભવિત બ્રહ્મોસ મિસાઇલ હુમલા વિશે માહિતી આપી અને બદલો લેવાની ધમકી આપી.
- Nirupa Duva
- Updated on: May 18, 2025
- 3:11 pm
Breaking News : તુર્કી સમર્થિત બાંગ્લાદેશી જૂથે બહાર પાડ્યો ઇસ્લામિક સલ્તનતનો નવો નકશો, આવી રીતે દર્શાવાયું ભારત
પાકિસ્તાનનો મિત્ર તુર્કી બાંગ્લાદેશમાં ઇસ્લામિક યોજનાઓ ફેલાવવામાં વ્યસ્ત છે. તુર્કીયે દ્વારા સમર્થિત એક બાંગ્લાદેશી ઇસ્લામિક જૂથ કહેવાતા ગ્રેટર બાંગ્લાદેશના નકશાનો પ્રચાર કરી રહ્યું છે. આ નકશામાં ભારતના રાજ્યોનો પણ સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: May 18, 2025
- 1:26 pm
તુર્કિની સૌથી સુંદર 7 અભિનેત્રીઓ, ગ્લેમર એમનો એવો કે આલિયા અને દીપિકાને પણ ઝાંખી પાડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કિએ પાકિસ્તાનને ટેકો આપ્યો એટલું જ નહીં તુર્કિયે પાકિસ્તાનને ડ્રોન પણ આપ્યા જે તેણે આપણા ઉપર કાશ્મીરથી કચ્છ સુધીમાં ફેકવાની નિષ્ફળ કોશીષ કરી. ત્યારથી તુર્કિ ચર્ચામાં છે. તમે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં તુર્કિના દ્રશ્યો જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે ત્યાંના સ્ટાર્સ પણ આખી દુનિયામાં લોકપ્રિય છે. કોઈનો શો તો કોઈની આખી શ્રેણી લાખ્ખો દર્શકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. જાણો તુર્કિની એ 7 સૌથી સુંદર અભિનેત્રીઓ કોણ છે.
- TV9 Gujarati
- Updated on: May 15, 2025
- 9:27 pm
Breaking News : તુર્કી સામે ભારત સરકારે કરી મોટી કાર્યવાહી, Celebi એરપોર્ટની સિક્યુરિટી ક્લિયરન્સ કરી રદ
ભારત સરકારે તુર્કી સામે મોટી કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન બ્યુરોએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તુર્કી એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી છે.
- Sagar Solanki
- Updated on: May 15, 2025
- 8:48 pm
ભારતનો નવો દુશ્મન બન્યો Turkey, તુર્કીને Pakistan પ્રેમ ભારે પડ્યો, જાણો કેમ
પાકિસ્તાનને ટેકો આપવો તુર્કિયેમાટે મોંઘો પડે તેવું લાગે છે. ભારતમાં તુર્કિયેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. એક તરફ, વેપારીઓએ તુર્કિયેના સફરજનનો બહિષ્કાર કર્યો છે. તો ટ્રાવેલ પ્લેટફોર્મમાં તુર્કી, અઝરબૈઝાનનો પ્રવાસ ન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.
- Nirupa Duva
- Updated on: May 16, 2025
- 12:07 pm