AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનું, કાર કે શેરબજાર… PAN કાર્ડ વગર બધું જ પેન્ડિંગ, 1 એપ્રિલથી સરકારના નવા નિયમોએ વધારી મુશ્કેલી

જો તમે ટૂંક સમયમાં નવી કાર ખરીદવાનું કે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે 1 એપ્રિલ 2026થી 'ઇનકમ ટેક્સ રૂલ્સ'માં મોટા ફેરફાર કર્યા છે.

Breaking News: સોનું, કાર કે શેરબજાર... PAN કાર્ડ વગર બધું જ પેન્ડિંગ, 1 એપ્રિલથી સરકારના નવા નિયમોએ વધારી મુશ્કેલી
| Updated on: Apr 28, 2026 | 8:46 PM
Share

જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો હવે મોટી ખરીદી અને નાણાકીય લેવડ-દેવડ કરવી મુશ્કેલ બની શકે છે. 1 એપ્રિલ 2026 થી અમલમાં આવેલા નવા Income Tax Rules, 2026 બાદ સરકારે ઘણા ‘હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન’માં PAN કાર્ડ ફરજિયાત બનાવ્યું છે.

અગાઉ કેટલાક કિસ્સાઓમાં લોકો ફોર્મ 60 ભરીને કામ ચલાવી લેતા હતા પરંતુ હવે તેની જગ્યાએ Form 97 લાવવામાં આવ્યું છે અને તેનો વ્યાપ પણ ઘણો મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. ટૂંકમાં, હવે કેટલીક વસ્તુઓ એવી છે, જે તમે PAN વગર ખરીદી જ શકશો નહીં. જો તમે કાર ખરીદવા, સોનું લેવા, રોકાણ કરવા અથવા શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હોવ, તો પહેલા PAN કાર્ડ તૈયાર રાખો.

PAN વગર આ વસ્તુઓની ખરીદી નહીં કરી શકાય:

  1. 5 લાખ રૂપિયાથી વધુની કાર કે વાહન: રિપોર્ટ અનુસાર, જો તમે નવી કાર, SUV કે અન્ય વાહન ખરીદી રહ્યા હોવ અને તેની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો PAN આપવું જરૂરી રહેશે.
  2. 2 લાખ રૂપિયાથી વધુનું સોનું: ગોલ્ડ જ્વેલરી કે અન્ય સોનાની ખરીદી જો 2 લાખ રૂપિયાથી વધુ હોય, તો PAN આપવું અનિવાર્ય છે.
  3. મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટું રોકાણ: જો તમે 50,000 રૂપિયાથી વધુનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવા માંગતા હોવ, તો PAN જરૂરી રહેશે.
  4. Bonds અને Debentures ની ખરીદી: 50,000 રૂપિયાથી વધુના બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને RBI બોન્ડ્સમાં રોકાણ માટે PAN આપવું પડશે.
  5. શેરબજારમાં મોટો સોદો: જો તમે 1 લાખ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝ ખરીદો છો, તો PAN ફરજિયાત છે.
  6. અનલિસ્ટેડ શેરની ખરીદી: અનલિસ્ટેડ કંપનીઓના શેરમાં 1 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરવા પર PAN જરૂરી રહેશે.

આ કામો પણ અટકી શકે છે:

  • ક્રેડિટ કાર્ડ માટે અરજી
  • ડીમેટ એકાઉન્ટ ખોલાવવું
  • મોટી રોકડ ડિપોઝિટ અથવા વિડ્રોઅલ

આ તમામ કિસ્સાઓમાં પણ PAN કાર્ડ જરૂરી રહેશે.

નિયમો કેમ કડક થયા?

સરકાર ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક, ડિજિટલ અને ટ્રેસેબલ બનાવવા માંગે છે. મોટા વ્યવહારો પર નજર રાખવા અને ટેક્સ ચોરી રોકવા માટે PAN આધારિત સિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે. જો તમે ભવિષ્યમાં ઘર, કાર, સોનું કે રોકાણનું આયોજન કરી રહ્યા હોવ, તો PAN હવે માત્ર એક દસ્તાવેજ નહીં પણ જરૂરિયાત બની ગયું છે. સરળ રીતે જોઈએ તો, PAN વગર તમારા ઘણા મોટા કામ અટકી શકે છે.

આ પણ વાંચો: ‘રોકાણકારો’ જે વાતથી ડરી રહ્યા હતા તે જ થયું ! માત્ર એક જ દિવસમાં આટલી સસ્તી થઈ ગઈ ‘ચાંદી’

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">