AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધર્મશાલામાં ટોસ છીનવી લેશે ફાઈનલની ટિકિટ, મેચ પહેલા જ નક્કી થઈ જશે વિજેતા?

IPL 2026 ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ટોસ જીતનારી ટીમનો એક નિર્ણય મેચનું પરિણામ નક્કી કરશે. જાણો કેવી રીતે.

Breaking News: ધર્મશાલામાં ટોસ છીનવી લેશે ફાઈનલની ટિકિટ, મેચ પહેલા જ નક્કી થઈ જશે વિજેતા?
TOSS BOSSImage Credit source: X
| Updated on: May 25, 2026 | 9:44 PM
Share

IPL 2026 માં પ્લેઓફ મેચો હવે ચાલુ થઈ રહી છે. નિયમો મુજબ, પોઈન્ટ ટેબલ પર ટોચની બે ટીમો ક્વોલિફાયર-1 માં આમને-સામને હોય છે. આ મેચ 26 મેના રોજ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચમાં ફાઈનલમાં સ્થાન દાવ પર લાગશે, અને જે પણ ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં જશે. જોકે, આ મેચમાં ટોસ પણ મહત્વપૂર્ણ રહેશે.

ટોસની મહત્વપૂર્ણ ભૂમિકા

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ બેટ્સમેન-ફ્રેન્ડલી છે, જેનાથી મોટા સ્કોરવાળી મેચો બને છે. જોકે, રનચેઝ કરનારી ટીમ હંમેશા જીતી છે. આ રાત્રિની મેચ છે, તેથી બીજી ઇનિંગમાં બોલિંગ કરવી સરળ નથી. પરિણામે, ટોસ જીતનાર ટીમ ઘણીવાર પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે, જેનાથી રનચેઝ દરમિયાન બેટિંગ સરળ બને છે.

રનચેઝ કરનારી ટીમને ફાયદો!

IPL 2026 માં ધર્મશાલાના મેદાન પર પણ આવી જ કહાની જોવા મળી છે. આ સિઝનમાં ત્યાં કુલ બે નાઈટ મેચ રમાઈ છે. આ મેચો દરમિયાન ટોસ જીતનાર ટીમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે અને મેચો પણ જીતી છે. તેથી, ક્વોલિફાયર 1 માં, બંને કેપ્ટન પરિસ્થિતિનો લાભ લેવા માટે કોઈપણ કિંમતે ટોસ જીતવા માંગશે, જ્યારે ટોસ હારનાર ટીમ માટે મેચ જીતવી મુશ્કેલ બનશે.

ગુજરાત માટે ખરી કસોટી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે હંમેશા ટક્કરનો મુકાબલો જપવા મળ્યો છે. જોકે, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફાયદો રહેશે. કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં ધર્મશાળામાં એક મેચ રમી છે, જ્યારે આ સિઝનમાં ધર્મશાળામાં ગુજરાત ટાઇટન્સની આ પહેલી મેચ હશે. તેથી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલાથી જ ત્યાંની પરિસ્થિતિઓથી પરિચિત છે.

Breaking News: IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવવામાં ‘કિંગ’ કોહલીથી ઘણો આગળ છે ‘પ્રિંસ’ ગિલ

Follow Us
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
g clip-path="url(#clip0_868_265)">