AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું BCCI 2027 ODI વર્લ્ડ કપ જીતવા લેશે મોટો નિર્ણય? હવે છગ્ગા ફટકારવા નહીં રહે આસાન!

ટીમ ઈન્ડિયાની નજર હવે 2027ના ODI વર્લ્ડ કપ પર છે. આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાવાની છે, જ્યાં ભારતીય મેદાનોની સરખામણીએ બાઉન્ડ્રી મોટી જોવા મળે છે. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોને તૈયાર કરવા માટે ઘરઆંગણે જ બાઉન્ડ્રીનું અંતર વધારવાની સલાહ આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે BCCI આ સલાહને ગંભીરતાથી લેશે કે નહીં.

શું BCCI 2027 ODI વર્લ્ડ કપ જીતવા લેશે મોટો નિર્ણય? હવે છગ્ગા ફટકારવા નહીં રહે આસાન!
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Jul 27, 2026 | 9:53 PM
Share

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 2027ના ODI વર્લ્ડ કપની તૈયારીને લઈને BCCIને મહત્વની સલાહ આપી છે. ગાવસ્કરનું માનવું છે કે ભારતીય મેદાનો પર બાઉન્ડ્રીનું કદ વધારવું જોઈએ. તેમના મતે, જો ભારતીય બેટ્સમેનોને મોટી બાઉન્ડ્રી પર રમવાની આદત પડશે તો વિદેશી પરિસ્થિતિમાં પણ તેઓ વધુ સારી રીતે રમી શકશે.

મોટી બાઉન્ડ્રીથી બેટ્સમેનોને થશે ફાયદો

ગાવસ્કરે પોતાની કોલમમાં કહ્યું કે નવી સિઝન શરૂ થાય ત્યારે ભારતીય મેદાનોની બાઉન્ડ્રી વધારવી જોઈએ. તેમના મતે, મોટાભાગના સ્ટેડિયમમાં બાઉન્ડ્રી પાછળ પૂરતી જગ્યા હોય છે, જેનો ઉપયોગ મેદાનનું કદ વધારવા માટે કરી શકાય છે. મોટી બાઉન્ડ્રીથી બેટ્સમેનોને હવામાં શોટ રમતા પહેલાં વિચારવું પડશે અને લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતા પણ વિકસશે.

ODIમાં સ્માર્ટ ક્રિકેટ રમવાની જરૂર

ગાવસ્કરે ભારતીય બેટ્સમેનોને ODI ક્રિકેટમાં વધુ સ્માર્ટ અભિગમ અપનાવવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં દરેક બોલરને નિશાન બનાવવાની જરૂર નથી. જે બોલર સામે રન બનાવવા મુશ્કેલ હોય તેની સામે સાવચેતી રાખવી જોઈએ અને જે બોલર સામે તક મળે તેની સામે ઝડપથી રન બનાવવા જોઈએ. ગાવસ્કરના મતે, કોઈપણ ટીમમાં પાંચેય બોલર સતત દબાણ બનાવે તે જરૂરી નથી.

ઈંગ્લેન્ડ સામે શ્રેણી હારી ચૂક્યું છે ભારત

ટીમ ઈન્ડિયા તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી 1-2થી હારી હતી. આ પરાજય બાદ ભારતીય ટીમની બેટિંગ અને રણનીતિ પર પણ સવાલો ઉઠ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ત્રણ-ત્રણ ODI રમશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ODI શ્રેણી પણ રમાશે.

2027 વર્લ્ડ કપ પહેલાં મોટી તૈયારી

2027ના વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ પાસે પોતાની તૈયારીઓને મજબૂત કરવાનો પૂરતો સમય છે. ટીમ એશિયા કપમાં પણ ભાગ લેશે અને આ દરમિયાન ખેલાડીઓને વિવિધ પરિસ્થિતિમાં રમવાની તક મળશે. ગાવસ્કરની બાઉન્ડ્રી વધારવાની સલાહનો હેતુ ભારતીય બેટ્સમેનોને દક્ષિણ આફ્રિકા જેવી મોટી બાઉન્ડ્રીવાળા મેદાનો માટે તૈયાર કરવાનો છે. હવે જોવાનું રહેશે કે BCCI આ સૂચનને અમલમાં મૂકે છે કે નહીં.

13 વર્ષ ડેટિંગ કર્યા પછી IPL સ્ટારે સારા સાથે કર્યા લગ્ન, ઈટાલીની16મી સદીની હવેલીમાં લગ્નના બંધનમાં બંધાયા

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">