વૈજ્ઞાનિક દુનિયામાં મોટો ચમત્કાર, આ કંપનીએ શોધી ‘સોનું બનાવવાની મશીન’, દર વર્ષે બનાવશે 500 કિલો સોનું !
એક કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ પારાને સોનામાં રૂપાંતર કરવાની ક્ષમતા વિકસાવી છે. ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન ટેકનોલોજી દ્વારા આ શક્ય બન્યું છે. આ ટેકનોલોજી દ્વારા વિજળી ઉત્પાદન સાથે સોનાનું ઉત્પાદન પણ શક્ય બને છે.

સાયન્સ અને ટેક્નોલોજી જગતમાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સાન ફ્રાંસિસ્કો સ્થિત ફ્યૂઝન એનર્જી સ્ટાર્ટઅપ Marathon Fusion એ દાવો કર્યો છે કે તેણે એવી ટેક્નોલોજી વિકસાવી છે જેના પારા (Mercury)ને સોનામાં (Gold) બદલી શકાય છે.

સદીયો જૂનો અલ્કેમીનો સપનો હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાકાર થતો દેખાઈ રહ્યો છે. Marathon Fusion અનુસાર, તેણે ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન (Nuclear Transmutation) પદ્ધતિનો ઉપયોગ કરીને પારોને સોનામાં બદલી બતાવ્યો છે.

કેવી રીતે બને છે સોનું? : Marathon Fusion ના જણાવ્યા મુજબ, તેમણે Mercury-198 ના આઈસોટોપને ફેરવીને Mercury-197 બનાવ્યું, જે પછી કુદરતી રીતે Gold-197 માં રૂપાંતરિત થયું. આ પ્રક્રિયા દ્વારા પારામાંથી સોનું બન્યું, અને તે પણ વિજળી ઉત્પન્ન કરતી પ્રક્રિયા સાથે સમાંતર ચાલે તેમ.

Marathon Fusion કહે છે કે તેમની આ ટેક્નોલોજી દ્વારા દર વર્ષે આશરે 5,000 કિલોગ્રામ (અથવા 11,000 પાઉન્ડ) સોનાનું ઉત્પાદન શક્ય બને છે. આનો અર્થ એ છે કે ફ્યુઝન રિએક્ટર દ્વારા વિજળી પણ બનશે અને સાથે સાથે સોનું પણ.

શું આ સોનું તાત્કાલિક વપરાશ માટે તૈયાર હશે તેની વાત કરવામાં આવે તો કંપનીનું કહેવું છે કે આ સોનામાં થોડીક રેડિઓએક્ટિવતા હોઈ શકે છે, તેથી તેને 14થી 18 વર્ષ સુધી સુરક્ષિત રીતે સ્ટોર કરવું પડશે જેથી પછી તે સુરક્ષિત રીતે વાપરી શકાય.

Marathon Fusion માત્ર સોનું નહીં, પણ Palladium, મેડિકલ આઈસોટોપ્સ અને ન્યૂક્લિયર બેટરી માટેના પાર્ટ્સ પણ આ જ પદ્ધતિથી બનાવવાનો દાવો કરે છે.

હાલમાં આ આખી પ્રક્રિયા એક શરૂઆતી સ્ટેજના રિસર્ચ અને કન્સેપ્ટ પર આધારિત છે. ફ્યુઝન એનર્જીનો વ્યાપક ઉપયોગ કરવો હજુ પણ વૈજ્ઞાનિકોને પડકારરૂપ લાગે છે. છતાં, જો Marathon Fusion ના દાવાઓ સાચા સાબિત થાય, તો આ ટેક્નોલોજી ઊર્જા, મેડિકલ અને કિંમતી ધાતુઓના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પાણી જાણકારી માટે પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)
પ્રાચીન ભારતમાં ‘જ્ઞાન’ શબ્દમાં ‘વિ’ ઉપસર્ગ ઉમેરીને વિજ્ઞાન શબ્દની ઉત્પત્તિ થઈ. વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન. સાયન્સના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
