Gir Somnath : સોમનાથ મંદિરમાં ગણપતિ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાનનું ત્રીજુ ચરણ યોજાયુ, 110 ઋષિકુમારો અને ગુરુજનોએ મળી 6930થી વધુ ગણપતિપાઠ કર્યા
Gir Somnath: ગીરસોમનાથ મંદિરમાં કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનું ત્રીજુ ચરણ યોજાયુ હતુ. અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી તેમજ ભગવાન યાજ્ઞવ્લક વેદ સંસ્કૃત મહાવિદ્યાલય મૂળેટી ઈડરના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજે છે. ત્યારે અત્યાર સુધીનું ગણેશજીની અર્ચનાનું નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07 જૂન 2023 થી પ્રારંભ થયેલું છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ધાર્મિક ચેતનાનો પ્રસાર કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ ગણપતિ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન ગત 7 જૂનથી પ્રારંભ કરવામાં આવ્યું છે.

ગણેશજીની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ ભાદરવા માસમાં આવનાર ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવા સોમનાથ ટ્રસ્ટે મહાઅનુષ્ઠાન કર્યું છે.

ગુજરાતની વિવિધ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો સોમનાથ પરિસરમાં કપર્દિવિનાયક ગણેશજીના ચરણોમાં ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહાઅનુષ્ઠાનમાં સહભાગી બનાવી રહ્યું છે. જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલ્યા છે.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો 3D ફોટો ભેટમાં અપાયા હતા.

પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાં આપવામાં આવ્યું હતું. Input Credit- Yogesh Joshi- Gir Somnath