Gir Somnath: બિપરજોય વાવાઝોડામાંથી સકુશળ બહાર આવતા રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ સોમનાથ મહાદેવ સમક્ષ નમાવ્યુ શિશ
Gir Somnath: બિપરજોય વાવાઝોડાનો રાજ્ય પરથી હાલ ખતરો ટળ્યો છે અને કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ ગુજરાત સરકાર વતી સોમનાથ મહાદેવ સમક્ષ શિશ નમાવ્યુ અને મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

બીપરજોય વાવાઝોડા માંથી રાજ્ય સકુશળ બહાર આવતા પ્રવાસન મંત્રી મુળુબેરાએ ગુજરાત સર કાર વતી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

મંત્રી માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાથે દીપ પૂજનમાં જોડાયા હતા

બીપરજોય વવાઝોડાના મહાસંકટ માંથી રાજ્ય સકુશળ બહાર આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર વતી પ્રવાસન તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા એ સોમનાથ મહાદેવને શીશ નમાાવ્યું હતું.

સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી મંત્રીએ સોમનાથ મહાદેવને શીશ નમાવીને રાજ્ય સરકારને સમગ્ર રાજ્યના લોકોનું રક્ષણ કરવા સામર્થ્ય પ્રદાન કરવા બદલ અને આશીર્વાદ આપીને સમગ્ર રાજ્યનું રક્ષણ કરવા બદલ સોમનાથ મહાદેવ પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.

જેઠ માસની માસિક શિવરાત્રી હોવાથી સોમનાથ મંદિરની પ્રણાલીકા અનુસાર યોજાયેલ જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તેમજ ટ્રસ્ટ પરિવાર સાથે મંત્રી જ્યોત પૂજામાં જોડાયા હતા. Input Credit- Yogesh Joshi- Gir Somnath