AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનું એકમાત્ર એવુ મતદાન કેન્દ્ર જ્યા થાય છે 100 ટકા મતદાન, ચૂંટણી પહેલા કલેક્ટરે ખુદ જઈ કરી સફાઈ- જુઓ તસવીરો

દેશભરમાં આવેલુ એકમાત્ર એવુ મતદાન બુથ જ્યા થાય છે 100 ટકા મતદાન. ગીર સોમનાથમાં આવેલા બાણેજ આશ્રમના મહંતના મત માટે 15 કર્મચારીઓ સાથે મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે.

| Updated on: Mar 26, 2024 | 10:55 PM
Share
ગીરસોમનાથ જિલ્લાના બાણેજમા એક એવુ મતદાન કેન્દ્ર આવેલુ છે જ્યાં બાણેજ આશ્રમના એકમાત્ર મહંતના મત માટે મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે. અહીં માત્ર એક મત માટે 15 કર્મચારીઓ સાથે મતદાન બુથ તૈયાર કરવામાં આવે છે જે ચૂંટણીપંચની Every Vote Countsની ભાવનાને ચરિતાર્થ કરે છે.

1 / 5
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે મુલાકાત લીધી હતી.

2 / 5
આ મુલાકાત દરમિયાન કલેક્ટરે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી અહિ આવતા ટૂરીસ્ટોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમની સાથે સફાઈમાં બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત  હરિદાસજી સહિત મામલતદાર અને અન્ય કર્મચારી ઓ પણ આ નાના પણ મહત્વપૂર્ણ સફાઈ અભિયાનમાં જોડાયાં હતાં.

3 / 5
કલેકટર એ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે  અને સ્થળો ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી.

4 / 5
સ્વચ્છતા બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘જંગલ એ પ્રકૃતિની અમૂલ્ય દેન છે. જંગલમાં ફરવા આવતાં પ્રવાસીઓ વેફર, કોલ્ડ્રિંક્સની ખાલી બોટલ્સ, નકામી કોથળીઓ અને અન્ય કચરો જ્યાં ત્યાં ફેંકી જંગલ વિસ્તારને પ્રદૂષિત ન કરે, કચરો કચરાપેટીમાં જ નાખે અને અમૂલ્ય એવી પ્રાકૃતિક સંપદા જાળવવા માટે પોતાનો ફાળો આપે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
g clip-path="url(#clip0_868_265)">