લુપ્ત થઈ ગઈ ‘દરિયાઈ ગાય’, આ દેશમાં જોવા મળતી હતી આ દુર્લભ પ્રજાતિ
Knowledge : દુનિયામાં લાખો વર્ષોથી પ્રાણી અને પક્ષીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. શિકાર, કુદરતી આફત, જળવાયુ પરિવર્તન વગેરે તેના કારણો છે. હાલમાં ભારતના પડોશી દેશમાંથી એક પ્રાણીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે.

દુનિયામાં લાખો વર્ષોથી પ્રાણી અને પક્ષીઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. ડાયોનોસોર જેવી ખતરનાક પ્રજાતિઓ આ ધરતી પર કરોડો વર્ષો પહેલા દેખાઈ હતી. શિકાર, કુદરતી આફત, જળવાયુ પરિવર્તન વગેરેને કારણે આ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. હાલમાં ભારતના પડોશી ચીનમાંથી એક પ્રાણીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે.

ચીનનું આ પ્રાણી દરિયાઈ ગાય છે. તેને ડગોંગ પણ કહેવાય છે. આ પ્રાણી ચીનની પૌરાણિક કથાઓનો ભાગ રહ્યુ છે. તે વર્ષોથી દરિયામાં દરિયાઈ પાણીમાં તરે છે.

1960ની આસપાસ આ પ્રાણીની સંખ્યા વધારે હતી. 1975થી તેની સંખ્યા ઘટવા લાગી. 2008 બાદ માછીમારોને આ દરિયાઈ ગાય જોવા મળી નથી.

ડગોંગની શરીર મોટુ-જાડું, લટકેલો ચહેરો અને ડોલ્ફિન જેવી પૂંછડી હતી. એક વયસ્ક ડગોંગની લંબાઈ લગભગ 13 ફીટ હતી અને વજન 400 કિલોથી વધારે હતુ. તે શાકાહારી હતુ અને દરિયાઈ ઘાસ તેનો ખોરાક હતો.

હાલ ચીન દ્વારા તેને લુપ્ત પ્રજાતિ જાહેર કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ડગોંગ પ્રજાતિ 2 દાયકાથી દેખાઈ નથી.