એક્ઝામ પહેલા સિલેબસ થઈ જશે કવર, બસ ફોલો કરો આ ટીપ્સ
કોઈપણ પ્રકરણને સમજ્યા પછી તેના કેટલાક મુખ્ય મુદ્દાઓને લખવાની ટેવ પાડો. લેખન દ્વારા પ્રેક્ટિસ કરવાથી વિષય પર તમારી પકડ મજબૂત બને છે. આ ઉપરાંત તે પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કરવામાં પણ મદદ કરે છે. કારણ કે જ્યારે તમે લખીને વિષયની તૈયારી કરો છો, ત્યારે તે યાદ કરેલી વસ્તુઓમાં થયેલી ભૂલોને પકડવામાં ચોક્કસપણે મદદ કરે છે.

બોર્ડની પરીક્ષા આવે તેપહેલા સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવો એ કોઈપણ વિદ્યાર્થી માટે મોટી ચેલેન્જ હોય છે. ઘણી વખત તેમના તમામ પ્રયત્નો છતાં વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ કેટલાક મહત્વપૂર્ણ વિષયો ચૂકી ગયા છે, જેને તેઓ આવરી શકતા નથી. વિદ્યાર્થીઓની આ સમસ્યાને હલ કરવા માટે આજે અમે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ આપેલી છે જેને ફોલો કરીને સરળતાથી તમારો કોર્સ પૂર્ણ કરી શકો છો.

સ્ટડીનો પ્લાન બનાવો - તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સૌ પ્રથમ વિગતવાર અભ્યાસ યોજના તૈયાર કરવી. વિષયોના ભાગ પાડી દો. દરેક વિષય માટે યોગ્ય સમય નક્કી કરો. ક્યો વિષય કેટલા સમયમાં તૈયાર થશે? આ સાથે તમારે અઘરા વિષયો માટે કેટલો વધારાનો સમય આપવો પડશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટાઈમ ટેબલ બનાવો.

મનપસંદ વિષયથી કરો શરૂઆત - જો તમે ઇચ્છો તો તમે તમારા ફેવરિટ વિષયથી તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું શરૂ કરી દો. તમારા મનપસંદ વિષયને પહેલા આવરી લેવાથી તમે ધીમે-ધીમે એક ટ્રેક મેળવશો અને રસ વધવા લાગશે. આ પછી જો તમને અનુકૂળતા હોય તો તમે વચ્ચેના કેટલાક અઘરા વિષયો પણ વાંચી શકો છો. જેથી સરળ મુશ્કેલ પ્રકરણો પણ આવરી શકાય.

લખીને કરો પ્રેક્ટિસ - કોઈપણ પાઠને સમજ્યા પછી તેના કેટલાક મહત્તવના મુદ્દાઓ લખો. લેખન દ્વારા પ્રેક્ટિસ કરવાથી વિષય પર તમારી પકડ મજબૂત બને છે. આ ઉપરાંત તે પરીક્ષામાં વધુ સારું લખવા માટે મદદ મળી શકે છે. કારણ કે જ્યારે તમે લખીને વિષય તૈયાર કરો છો ત્યારે તે યાદ કરેલી વસ્તુઓમાં થયેલી ભૂલોને પકડવામાં ચોક્કસપણે મદદ મળે છે. તેથી વિદ્યાર્થીઓએ આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે લખીને તૈયારીઓ કરે.

સેમ્પલ પેપર - પરીક્ષાની મેથડને સમજવા માટે વિદ્યાર્થીઓ સેમ્પલ પેપરમાંથી તૈયારીઓ કરવી જોઈએ. તો સેમ્પલ પેપર પર નજર રાખવી જોઈએ. આ સાથે તમે જૂના વર્ષોના પ્રશ્નપત્રો પણ જોઈ શકો છો.
