AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tongue Burn Remedy : ગરમ વસ્તુ ખાવા કે પીવાથી દાઝી જાય છે તમારી જીભ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

જો તમારી જીભ ગરમ ચા, કોફી અથવા ખાવાનું ખાવાથી બળી જાય છે, તો રાહત આપવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો. આ તમારી બળી ગયેલી જીભને થોડી રાહત આપવામાં મદદ કરશે

| Updated on: Mar 01, 2024 | 3:53 PM
Share
ઘણી વખત ગરમ ખોરાક ખાવાથી અથવા ગરમ ચા કે પાણી જેવી વસ્તુઓ પીવાથી જીભ દાઝી જાય છે. જેના કારણે જીભ પર ફોલ્લા પડી જાય કે પછી જીભ લાલ થઈ જાય છે અને ખોરાક ત્યાં અડતા જ બળતરા થવા લાગે છે તેમજ કોઈ પણ ખોરાકનો ટેસ્ટ પણ લાગતો નથી.

1 / 7
જો તમારી સાથે પણ આવું બને છે કે ગરમ ચા કે ખોરાક ખાઈ લો પછી જીભ બળી જાય છે તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય. આ દાઝી ગયેલી જીભને રાહત આપવામાં મદદ કરે છે. અને મોંમાં બળતરાથી રાહત લાગે છે . તો ચાલો જાણીએ કે એવા કયા ઘરગથ્થુ ઉપચાર છે જે અસર દર્શાવે છે.

2 / 7
બરફનો ટુકડો : ગરમ ચા કે પાણી પી લેતા જીભ બળી જાય છે તો તમે મોંમાં બરફનો ટુકડો થોડા સમય રાખી મોંમાં ફેરવી શકો છો. આમ કરવાથી બળતરા ઓછી થઈ જાય છે. તેમજ જો વધારે દઝાયુ હોય તો મોંમાં ફોલ્લા પડતા અટકાવે છે

3 / 7
મધ લગાવો : મધમાં ઘા મટાડવાના ગુણ હોય છે. તે બળતરાને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. આ દઝાયેલી જીભના ભાગમાં રાહત આપશે અને સ્વાદને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તેના માટે તમે અસરગ્રસ્ત જગ્યા પર એક ચમચી મધ લગાવો.

4 / 7
ઠંડુ પાણી પીવો : જો તમે અચાનક તમારા મોંમાં ગરમ ​​ખોરાક નાખો અને તમારી જીભ બળી જાય તો તરત જ ઠંડુ પાણી પી લો. ઠંડુ પાણી પીવાથી જીભ પર થતી બળતરાથી રાહત મળે છે.

5 / 7
મીઠાના પાણીથી કોગળા : જો તમારી જીભ ગરમ ખાવા-પીવાને કારણે બળી જાય છે, તો મોંમાં બેક્ટેરિયાથી બચવા માટે મીઠાના પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી જીભ દાઝી જવાથી થતી સમસ્યામાં રાહત મળે છે અને જીભ ઝડપથી ઠીક થઈ જાય છે.

6 / 7
મોઢાને ઠંડક આપતો ખોરાક ખાવ : જીભ દઝાઈ જવાની સ્થિતિમાં, મોંને ઠંડક આપતો ખોરાક લેવો જોઈએ. જેમકે આઈસ્ક્રીમ, દહીં, મિલ્કશેક,જેવી વસ્તુઓ મોંને રાહત આપે છે. તેમજ તે સ્વાદને ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે ઉપયોગી છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">