શિયાળામાં જલદી ફાટી જાય છે હોઠ ? તો અપનાવો આ ઘરેલુ ટિપ્સ, ગુલાબી અને મુલાયમ દેખાવા લાગશે હોઠ
શિયાળામાં મોટાભાગના લોકો ફાટેલા હોઠ અને શુષ્ક ત્વચાથી પરેશાન રહે છે. તમારા શુષ્ક હોઠ તમારા ચહેરાના રંગને નિસ્તેજ બનાવી શકે છે. ફાટેલા હોઠ કોઈની પણ સુંદરતા પર ડાઘા જેવા લાગે છે. ઘણા લોકોના હોઠ એટલા શુષ્ક થઈ જાય છે કે હોઠની આસપાસની ત્વચા પણ શુષ્ક થઈ જાય છે, જો તમે પણ શુષ્ક હોઠથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

શિયાળો આવતા જ ચહેરા પરની ચમક ગાયબ થઈ જાય છે. શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચા પરેશાન થતા લોકો વેસેલિનથી લઈને બોડી લોશનથી પોતાનો ચેહરો કે શરીર લગાવે છે. તેમ છત્તા સ્કિનમાં કોઈ સુધાર આવતો નથી આવી સ્થિતિમાં, આપણે હવામાન અનુસાર આપણી ત્વચાની વિશેષ કાળજી રાખવી જરુરી બની જાય છે. ઠંડીની અસર તમારા ચહેરા અને હોઠ પર સૌથી વધુ જોવા મળે છે.

શિયાળામાં મોટાભાગના લોકો ફાટેલા હોઠ અને શુષ્ક ત્વચાથી પરેશાન રહે છે. તમારા શુષ્ક હોઠ તમારા ચહેરાના રંગને નિસ્તેજ બનાવી શકે છે. ફાટેલા હોઠ કોઈની પણ સુંદરતા પર ડાઘા જેવા લાગે છે. ઘણા લોકોના હોઠ એટલા શુષ્ક થઈ જાય છે કે હોઠની આસપાસની ત્વચા પણ શુષ્ક થઈ જાય છે, જો તમે પણ શુષ્ક હોઠથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

બદામનું તેલ- શિયાળામાં દરરોજ સૂતા પહેલા હોઠ પર બદામનું તેલ લગાવો. હોઠ પર તેલ લગાવ્યા બાદ 5 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી તમારા હોઠ નરમ અને ગુલાબી બનશે.

2- નારિયેળ તેલ- ફાટેલા હોઠને સાજા કરવા માટે દરરોજ નારિયેળ તેલનો ઉપયોગ કરો. દિવસમાં 2-3 વખત નાળિયેરનું તેલ લગાવો. તેનાથી હોઠની ત્વચા મુલાયમ થશે અને હોઠ ફાટી જવાથી થતો દુખાવામાં પણ રાહત મળશે.

3- મલાઈ લગાવો- ફાટેલા હોઠ પર મલાઈ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ સૂતા પહેલા હોઠ પર મલાઈ લગાવો અને થોડીવાર મસાજ કરો. તેનાથી ફાટેલા હોઠ એકદમ મુલાયમ થઈ જશે.

4- મધ લગાવો- ફાટેલા હોઠને મટાડવા માટે મધનો ઉપયોગ કરી શકો છો તે પણ ફાયદાકારક રહશે. જેના કારણે હોઠ મુલાયમ થઈ જાય છે અને હોઠ પર પડતી તિરાડ પણ ઓછી થઈ જાય છે. તેનાથી પણ દુખાવામાં રાહત મળે છે.