શું તમને ખબર છે “કરા” કેમ પડે છે અને તેનો આકાર ગોળ કેમ હોય છે ? જાણો અહીં સંપૂર્ણ માહિતી
તમે ઘણી વખત જોયું હશે કે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડવા લાગે છે, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે અને શા માટે તે અચાનક જમીન પર પડવા લાગે છે?

ગુજરાતમાં હાલ કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી છે ત્યારે આજે વહેલી સવારે રાજકોટ અને બનાસકાઠાંમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. તમે ઘણી વખત જોયું હશે કે વરસાદ દરમિયાન, બરફના નાના ટુકડા જેને કરા કહેવામાં આવે છે તે પાણીના ટીપાં સાથે અચાનક પડવા લાગે છે, જેને આપણે વરફ વર્ષા કે કરાનો વરસાદ કહીએ છે ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કરા કેવી રીતે બને છે અને શા માટે તે અચાનક જમીન પર પડવા લાગે છે?

આપણે પહેલાથી જ જાણીએ છીએ કે બરફ એ પાણીનું ઘન સ્વરુપ છે અને તે પાણી થીજી જવાથી કરા બને છે. જ્યારે પણ પાણીનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું થાય છે, તે બરફ બની જાય છે. જેમ જેમ આપણે દરિયાની સપાટીની તુલનામાં વધુ ઊંચાઈ તરફ આગળ વધીએ છીએ તેમ તાપમાન ધીમે ધીમે ઘટતું જાય છે. આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં પણ પહાડોમાં ઠંડી રહે છે. તમારે જાણવું જોઈએ કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા નદીઓ, તળાવો અને સમુદ્રનું પાણી વરાળની જેમ ઉપર જાય છે, જેના પરિણામે વાદળો બનતા રહે છે. અને આ વાદળો સમયાંતરે વરસતા રહે છે.

પરંતુ જ્યારે આકાશમાં તાપમાન શૂન્યથી કેટલાક ડિગ્રી નીચે જાય છે, ત્યારે હવામાં હાજર ભેજ ઘટ્ એટલે ઘન સ્વરુપ ધારણ કરે છે અને તે પાણીના નાના ટીપાંના રૂપમાં થીજી જાય છે. આ થીજી ગયેલા ટીપાં પર ધીમે ધીમે વધુ પાણી જામી જાય છે અને છેવટે તે બરફના ગોળાકાર ટુકડાઓનું સ્વરૂપ લે છે. જ્યારે આ ટુકડાઓનું વજન ખૂબ વધી જાય છે, ત્યારે તે નીચે પડવા લાગે છે. પડતી વખતે, તેઓ વાતાવરણમાં હાજર ગરમ હવા સાથે અથડાય છે અને પીગળવાનું શરૂ કરે છે અને પાણીના ટીપામાં ફેરવાય છે, જે વરસાદના રૂપમાં નીચે પડે છે. પરંતુ બરફના જાડા અને ભારે ટુકડાઓ જે સંપૂર્ણપણે પીગળતા નથી, તે બરફના નાના ગોળ ટુકડાના રૂપમાં પૃથ્વી પર પડે છે.

બરફના આ નાના ગોળ ટુકડા જે વરસાદ સાથે પડે છે તેને કરા કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કરા પડે છે, ત્યારે વાદળોમાં ઘણી ગડગડાટ અને વીજળી થાય છે. જ્યારે પણ તમે વાદળોમાં ગડગડાટ અને વીજળી જુઓ ત્યારે સમજી લો કે વાદળોનો અમુક ભાગ ચોક્કસપણે થીજબિંદુથી ઉપર છે અને અમુક ભાગ ઠંડક બિંદુથી નીચે છે. સામાન્ય રીતે, જ્યારે દિવસો ગરમ હોય અને હવામાં ખૂબ ભેજ હોય ત્યારે ગર્જના થાય છે. ગરમ અને ભેજવાળી હવા ઠંડી અને શુષ્ક હવાથી ઉપર જવા માંગે છે. જેમ જેમ તે વધે છે, તે ઠંડુ થાય છે અને પાણીના કણોમાં ઘનીકરણ થાય છે, બરફના નાના ગોળાકાર ટુકડાઓનો આકાર લે છે.

તમે વિચારતા હશો કે કરા ગોળાકાર કેમ હોય છે? વાસ્તવમાં, જ્યારે પાણી ટીપાના રૂપમાં પડે છે, ત્યારે સપાટીના તણાવને કારણે પાણીના ટીપાનો આકાર ગોળાકાર બની જાય છે. તેવી જ રીતે, જ્યારે પાણી આકાશમાંથી પડે છે, ત્યારે તે ટીપાના સ્વરૂપમાં હોય છે, જે ગોળ હોય છે. જ્યારે તાપમાન શૂન્યથી નીચે હોય છે, ત્યારે આ ગોળાકાર ટીપાં બરફ બની જાય છે. ઘણી વખત તેમાં બરફની બહુવિધ સપાટીઓ હોય છે, જેના કારણે તે મોટા કરાઓના રૂપમાં પડે છે.






































































