IPL 2025ની ફાઈનલમાં વરસાદ વિલન બનશે, તો ચેમ્પિયન કોણ બનશે RCB કે PBKS ?
આઈપીએલ 2025ની ફાઈનલને હવે માત્ર એક દિવસનો સમય બાકી છે. અમદાવાદમાં રવિવારે બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટકકર થઈ હતી. જે વરસાદના કારણે થોડી મોડી શરુ થઈ હતી. પરંતુ હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક સાવલ થાય છે કે, આઈપીએલની ફાઈનલમાં જો વરસાદ આવશે તો કોણ ચેમ્પિયન બનશે.

આઈપીએલ 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 3 જૂન 2025ના રોજ ટકકર થશે. બંન્ને ટીમ 18 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ છે. ત્યારે આ વખતે લીગને નવો ચેમ્પિયન મળશે એ નક્કી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 3 જૂને રમાનારી IPL 2025ની ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે આપવામાં આવ્યો છે. જો વરસાદને કારણે મંગળવારે ફાઇનલ પૂર્ણ ન થઈ શકે, તો મેચ બીજા દિવસે એટલે કે 4 જૂને રમાશે.

જો વરસાદને કારણે ફાઇનલ મેચ નિર્ધારિત તારીખ અને રિઝર્વ ડે બંને પર ન રમાય, તો નિયમો મુજબ, પંજાબ કિંગ્સ ચેમ્પિયન બનશે અને RCB નિરાશ થશે અને 18 વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવવાની તેમની આશા ઠગારી નીવડી શકે છે.

પંજાબ કિગ્સે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ લીગ દરમિયાન 14 મેચમાંથી 9માં જીત અને 4 મેચમાં હાર મળી છે. જ્યારે એક મેચ રદ્દ થઈ છે. તેમ છતાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તે 19 અંક સાથે ટોપ પર છે.

તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14માંથી 9માં જીત અને 4માં હાર મળી અને એક મેચ રદ્દ થઈ છે અને પોઈન્ટટેબલમાં બીજા સ્થાને છે.તેના ખાતામાં કુલ 19 અંક છે અને રનરેટ પંજાબ કરતા થોડો ખરાબ છે.

AccuWeatherના અહેવાલ મુજબ, 3 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે પરંતુ સાંજે 7 વાગ્યે ટોસ થશે ત્યારે વરસાદની શક્યતા શૂન્ય છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે.

હવે આપણે 3 જૂનના રોજ જોવાનું રહેશે કે, વરસાદ આઈપીએલ 2025ની ફાઈનલની મજા બગાડે છે કે નહી.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































