ત્રણ સ્ટમ્પ અને બે બેલ્સની માયાજાળ – જાણો શું છે ICCનો નિયમ નંબર-8
ક્રિકેટમાં વિકેટનું ખૂબ જ મહત્વ હોય છે. વિકેટ એટલે 3 સ્ટમ્પ અને 2 બેલ્સ મળીને બનતી ગોઠવણ, જ્યાં બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન રક્ષણ કરે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે વિકેટ શું છે, કેવી રીતે ગોઠવાય છે, અને તેની પાછળના નિયમો શું કહે છે.

ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો આઠમો નિયમ છે 'The wickets'. ક્રિકેટમાં વિકેટની આજુબાજુ જ આખી રમત ચાલે છે. ત્રણ લાકડાના સ્ટમ્પ અને ઉપર બે બેલ્સ મળીને બને છે વિકેટ. બેટ્સમેન તેને બચાવે છે અને બોલર તેને તોડવાનું લક્ષ્ય રાખે છે.

દરેક વિકેટમાં ત્રણ સ્ટમ્પ હોય છે. ત્રણેય સ્ટમ્પ જમીનમાં સીધા રાખવામાં આવે છે. સ્ટમ્પ્સની ઊંચાઈ 28 ઈંચ હોય છે. સામાન્ય રીતે એક સ્ટમ્પનું વજન લગભગ 1 કિલોગ્રામથી 1.5 કિલોગ્રામ વચ્ચે હોય છે. સ્ટમ્પ્સ એટલા મજબૂત હોવા જોઈએ કે ટકી રહે અને એટલા નાજુક કે બોલ અડતા જ બેલ્સ પડી શકે.

બેલ્સ એ નાની લાકડીઓ છે, જે સ્ટમ્પના ઉપર હોય છે. બેલ્સની લંબાઈ 4.31 ઈંચ હોય છે અને તેનું વજન લગભગ 28 થી 30 ગ્રામ હોય છે.

જ્યારે બેલ્સ નીચે પડે ત્યારે જ વિકેટ પડી ગણાય. જ્યારે બોલરે ફેંકેલો બોલ સ્ટમ્પને વાગે અને બેલ્સ પડી જાય ત્યારે 'ક્લીન બોલ્ડ' વિકેટ કહેવાય.

બેટ્સમેન ક્રીઝ બહાર હોય અને વિકેટકીપર બોલ સ્ટમ્પમાં મારે અને બેલ્સ પડે ત્યારે સ્ટમપિંગ આઉટ ગણાય.

બેટ્સમેન રન લેતા ક્રિઝની બહાર રહી જાય અને બોલ સ્ટમ્પને વાગે અને બેલ્સ પડે ત્યારે રન આઉટ જાહેર થાય.

જ્યારે પવન વધારે હોય અને બેલ્સ સ્ટમ્પની ઉપર ન રહી શકે તેમ હોય ત્યારે અમ્પાયર બેલ્સ વગર રમવાનો નિર્ણય લઈ શકે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
