ટોચની સૌથી ફાસ્ટ મહિલા બોલરો, ભારતીય ખેલાડી પણ સામેલ
ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે, જેણે ઈંગ્લેન્ડ સામે 161.1 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. ભારતીય બોલર ઝુલન ગોસ્વામીના નામે ઘણા મોટા રેકોર્ડ છે. ઝુલન ગોસ્વામી વિશ્વની બીજી સૌથી ફાસ્ટ બોલર છે.

4 માર્ચ 1968ના રોજ જન્મેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેથરીન લોરેન તે વિશ્વની સૌથી ફાસ્ટ મહિલા બોલર તરીકે જાણીતી હતી, અને તે વન-ડે ઈન્ટરનેશનલમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા હતી. કેથરીન લોરેન ફિટ્ઝપેટ્રિકની બોલની સ્પીડ 132 કિમી/કલાક હતી.

ભારતની ઝુલન ગોસ્વામી હાલમાં વિશ્વની સૌથી ફાસ્ટ બોલર હોવાનું માનવામાં આવે છે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલર હજુ પણ કેથરીન છે. ગોસ્વામી વિકેટ લેવામાં તમામ મહિલા ક્રિકેટરોમાં આગળ છે. ઝુલન ગોસ્વામીની બોલની સ્પીડ 128 કિમી કલાક રહી ચૂકી છે.

ન્યૂઝીલેન્ડની લે તાહુહુ 126 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર છે. તે જમણા હાથની ફાસ્ટ બોલર છે. તેણે વનડેમાં 104 અને ટી20માં 78 વિકેટ ઝડપી છે. લે તાહુહુની બોલિંગ સ્પીડ 122 કિમી રહી ચૂકી છે.

જહાનાનરા આલમે 26 નવેમ્બર, 2011ના રોજ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સામે તેની ODIમાં પદાર્પણ કર્યું હતું. તેના બોલની સ્પીડ 118 કિમી કલાક હતી.

32 વર્ષની શબનમ મહિલા ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 128 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.