IPL 2024: આ કેપ્ટનોની સિઝનની વચ્ચે જ થઈ ગઈ હતી છુટ્ટી, શું હવે હાર્દિક પંડયા થશે આઉટ?

જેમ વિશ્વભરની ફૂટબોલ લીગમાં ઘણીવાર જોવા મળે છે કે સિઝનના મધ્યમાં ખરાબ પ્રદર્શનને કારણે કેટલીક ક્લબો તેમના મેનેજર (મુખ્ય કોચ) બદલી નાખે છે, આવી જ સ્થિતિ IPLમાં પણ બની છે. ફરક માત્ર એટલો છે કે અહીં સિઝનની વચ્ચે કોચ નહીં પણ કેપ્ટન બદલાય છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ પણ આવી જ દેખાય છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ નવી સિઝનની પ્રથમ 2 મેચ હારી ચૂકી છે, ત્યારબાદ તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. IPLમાં આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. આવો અમે તમને આવા જ કેટલાક મોટા ફેરફારો વિશે જણાવીએ.

| Updated on: Mar 28, 2024 | 6:04 PM
2008- ડેક્કન ચાર્જર્સ: IPLની પહેલી જ સિઝનમાં ડેક્કન ચાર્જર્સ (હૈદરાબાદ)ના કેપ્ટન વીવીએસ લક્ષ્મણને ઈજા થવાને કારણે થોડી જ મેચો બાદ કેપ્ટનશિપ છોડી દેવી પડી હતી. તેની જગ્યાએ એડમ ગિલક્રિસ્ટ કેપ્ટન બન્યો અને તેણે 2009માં ટીમને ચેમ્પિયન બનાવી.

1 / 7
2013- મુંબઈ ઈન્ડિયન્સ: બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન સુકાની રિકી પોન્ટિંગ IPL 2013માં મુંબઈ ઈન્ડિયન્સનો કપ્તાન બન્યો પરંતુ કઈં ખાસ કમાલ કરી શક્યો નહીં અને સિઝનની મધ્યમાં તેણે પોતે જ કેપ્ટનશીપ છોડીને રોહિત શર્માને આ જવાબદારી સોંપી અને પછી જે થયું એ ઈતિહાસ છે.

2 / 7
2018- દિલ્હી ડેરડેવિલ્સ: કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત ચેમ્પિયન બનાવનાર અનુભવી કેપ્ટન ગૌતમ ગંભીર તેની હોમ-સ્ટેટ ફ્રેન્ચાઈઝી દિલ્હી ડેરડેવિલ્સમાં પાછો ફર્યો પરંતુ તે ન તો પોતે રન બનાવી શક્યો અને ન તો ટીમને જીત અપાવી શક્યો. સિઝનની મધ્યમાં તેણે પોતે કેપ્ટનશીપ છોડી દીધી અને શ્રેયસ અય્યરને જવાબદારી સોંપી.

3 / 7
2019- રાજસ્થાન રોયલ્સ: અજિંક્ય રહાણેની કપ્તાનીમાં 2018માં પ્લેઓફમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સે IPL 2019માં શરૂઆતથી જ હારનો સામનો કરવો પડ્યો હતો અને આવી સ્થિતિમાં રહાણેને સિઝનની મધ્યમાં જ હટાવીને સ્ટીવ સ્મિથને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તે પણ રાજસ્થાનનું ભાગ્ય બદલી શક્યો નહીં.

4 / 7
2020- કોલકાતા નાઈટ રાઈડર્સ: 2020માં KKRનો કેપ્ટન  દિનેશ કાર્તિક ન તો બેટથી રન બનાવી શક્યો ન તો ટીમને જીત અપાવી શકી. આવી સ્થિતિમાં કોલકાતાના મેનેજમેન્ટે તેને હટાવીને ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈયોન મોર્ગનને કમાન સોંપી હતી. મોર્ગન KKRને 2021માં ફાઈનલમાં લઈ ગયો હતો.

5 / 7
2021- સનરાઈઝર્સ હૈદરાબાદ: 2021માં સૌથી વિવાદાસ્પદ ફેરફાર સનરાઈઝર્સ હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. SRHએ ડેવિડ વોર્નરને સિઝનના મધ્યમાં કેપ્ટન તરીકે હટાવવાની સાથે તેને ટીમમાંથી પણ બહાર કરી દીધો. સિઝનની મધ્યમાં વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને કમાન સોંપવામાં આવી હતી.

6 / 7
2022- ચેન્નાઈ સુપર કિંગ્સ: ભાગ્યે જ કોઈએ આની અપેક્ષા રાખી હશે. એક સિઝન પહેલા જ ધોનીએ ચેન્નાઈને ચોથી વખત ચેમ્પિયન બનાવ્યું હતું, પરંતુ 2022ની સિઝન પહેલા તેણે કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. રવીન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી હતી પરંતુ પ્રથમ 8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ જાડેજાને કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો અને ધોની ફરી કેપ્ટન બન્યો. ધોનીએ 2023માં ટીમને પાંચમી વખત CSKને ચેમ્પિયન બનાવ્યું.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">