Loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા, પોરબંદર,ભરૂચ, પંચમહાલ, વડોદરામાં કાર્યક્રમો, જુઓ Video

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2024 | 8:58 AM

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના માટે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક ગુજરાત આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે અને પ્રચંડ પ્રચાર કરશે.

અલગ અલગ લોકસભામાં પ્રચાર

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાને આવી ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે.  એક જ દિવસમાં અમિત શાહ અલગ-અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે.

પોરબંદરથી પ્રચારની શરુઆત

અમિત શાહ લોકસભા ચૂંટણી માટે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા બેઠકથી કરશે. અમિત શાહ સૌથી પહેલા સવારે 11:00 વાગ્યે જામકંડોરણામાં જાહેર સભા યોજશે. જે પછી તેઓ ભરૂચ જશે. બપોરે 3 વાગ્યે ભરૂચ લોકસભામાં પણ જાહેર સભાનું આયોજન કરાયું છે. એટલું જ નહીં, પંચમહાલ લોકસભા માટે સાંજે 6 વાગ્યે સભા ગજવશે અને ત્યારબાદ અમિત શાહ મધ્ય ગુજરાત જશે. ત્યાં રાત્રે 8 વાગ્યે વડોદરામાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડશે

શાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષને પણ ઝટકો લાગી શકે છે, કારણ કે પંચમહાલ અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાવવાના છે.. તમને જણાવી દઇએ કે શહેરા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા દુષ્યંતસિંહ ચૌહાણ કેસરિયા કરવાના છે અને તેમની સાથે 70થી વધુ કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.

તો જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રશ્મિતાબેન ચૌહાણ કેસરિયા કરશે. સાથે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રંગીતસિંહ પગી અને શહેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આરતસિંહ પટેલ પણ ભાજપમાં જોડાશે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">