T20 World Cup 2021: રોહિત શર્માને આઉટ થતો જોઇને જ પત્નિ રિતીકાના જાણે શ્વાસ થંભી ગયા! સદનસિબે તે વખતે રોહિત ભાગ્યશાળી રહ્યો હતો, જુઓ
રોહિત શર્મા (Rohit Sharma) ની પત્ની રિતિકા (Ritika Sajdeh0 ઘણીવાર રોહિત શર્માને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે. તેને રોહિતના લકી ચાર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એટલું જ નહીં, રોહિતે આ ટૂર્નામેન્ટમાં તેની બીજી અડધી સદી ફટકારી હતી. આ ફિફ્ટી સાથે તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ભારતીય ઓપનર બની ગયો. ઓપનર તરીકે રોહિતની આ પાંચમી અડધી સદી હતી અને તેણે ગૌતમ ગંભીર (4)ને પાછળ છોડી દીધો હતો.

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ઓપનિંગ કરવા આવ્યો ન હતો, તેના બદલે તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા ગયો હતો. તે તેના પહેલા જ બોલ પર ગોલ્ડન ડક મેળવવાનો હતો, જો કે તે બાલ-બાલ બચી ગયો હત. આ દરમિયાન, તે તેની પત્નીની પ્રતિક્રિયા જોવાનો હતો જે ખૂબ જ ડરી ગઈ હતી.

રોહિત શર્માની પત્ની રિતિકા (Ritika Sajdeh) મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. રોહિત પહેલા જ બોલ પર પુલ શોટ રમવાનો પ્રયાસ કરે છે, લોંગ ઓન પર એડમ મિલ્નેને સરળ કેચ લેવાની એ વખતે તક મળે છે. પરંતુ તે કેચ છોડે છે. કેચ છોડતા પહેલા રીતિકા ખૂબ ડરી ગઈ હતી, એવું લાગી રહ્યું હતું કે તેના શ્વાસ થંભી ગયા છે. કેચ છોડ્યા બાદ આર અશ્વિન (Ashwin) ની પત્ની પ્રીતિ તેને સંભાળતી જોવા મળી હતી.

રોહિત શર્મા પણ આ જીવત દાનનો લાભ લઈ શક્યો નહી. રોહિત શર્માએ કુલ 14 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઈશ સોઢીએ રોહિત શર્માને માર્ટિન ગુપ્ટિલના હાથે કેચ કરાવ્યો હતો. તેની વિકેટથી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે અગાઉ આ નંબર પર બેટિંગ કરી ચૂક્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માએ ત્રીજા નંબર પર ઉતરીને અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2012 પછી માત્ર 4 વખત રોહિત શર્માએ ઓપનિંગમાં બેટિંગ કરી નથી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી અને તેની સાથે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ટીમની ઓપનિંગ બદલી દીધી હતી. પરંતુ તે ફેરફારનો દાવ સદંતર નિષ્ફળ રહ્યો હતો.