ગુજ્જુ ખેલાડી ચેતેશ્વર પૂજારાનું કરિયર સમાપ્ત! સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
સૌરવ ગાંગુલીએ ભારતના તે બે ખેલાડીઓ વિશે વાત કરી છે જેમનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ ગાંગુલીએ રહાણે અને પૂજારાને એક ખાસ નિવેદન આપ્યું છે.

અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. જે પછી હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના દરવાજા હવે આ બંને ખેલાડીઓ માટે બંધ થઈ ગયા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકાતામાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન ગાંગુલીએ રહાણે અને પુજારા વિશે વાત કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટીમમાં નવી પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવે, તેથી જ આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

ગાંગુલીએ કહ્યું કે "ક્યારેક નવી પ્રતિભાને તક આપવી પડશે. ભારતમાં એટલી બધી પ્રતિભા છે કે ટીમને આગળ વધવું પડશે, પૂજારા અને રહાણે ખૂબ સફળ રહ્યા પરંતુ રમત હંમેશા તમારી સાથે નથી. તમે હંમેશા માટે રમી શકતા નથી. આ દરેક સાથે થશે. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ હું તેમનો આભાર માનું છું."

ગાંગુલીએ જે રીતે રહાણે અને પુજારા વિશે વાત કરી છે, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે આ બંને ખેલાડીઓનું કરિયર ભારતીય ટીમ માટે કદાચ સમાપ્ત થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર પણ ચાહકો ગાંગુલીની ટિપ્પણીઓને લઈને સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે ગાંગુલીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.
