ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર આઈપીએલ રમવા પર લાગ્યો હતો પ્રતિંબંધ
ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહી ચૂકેલો અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે. પોતાના બેટ અને બોલથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજા પર આઈપીએલમાં 1 વર્ષ માટે પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો. તે વર્ષ 2010ની આઈપીએલ મેચ રમ્યો ન હતો.

જાડેજા પર IPLમાંથી 1 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે 2010ની આઈપીએલ રમી ન હતી. હવે તમે વિચારતા હશો કે ટીમ માટે આટલું સુંદર પ્રદર્શન કરનાર ખેલાડી પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રવિનદ્ર જાડેજાએ એક નિયમનો ભંગ કર્યો હતો. જે વાત 2 ફ્રેન્ચાઈઝીએ કરવાની હોય છે તેમાં વચ્ચે કુદી પડ્યો હતો ક્રિકેટર

ભારતમાં વર્ષ 2008માં આઈપીએલની શરૂઆત થઈ હતી. જાડેજા તે સમયે અંડર-19 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. પ્રથમ સિઝનમાં તેને રાજસ્થાન રોયલ્સ તરફથી ખરીદ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને 430 રન બનાવ્યા હતા.

2009માં રવિન્દ્ર જાડેજાએ ભારત માટે ડેબ્યુ કર્યું હતુ. તેમણે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ તો હતો. પરંતુ ખેલાડી લાલચમાં આવી આઈપીએલના એક નિયમનો ભંગ પણ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજા વધુ પૈસાના ચક્કરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે કોન્ટ્રાક્ટ કરવા માંગતો હતો, બીજી બાજુ તેણે ફ્રેન્ચાઈઝી સાથે પૈસાને લઈ વાતચીત કરવી અને નિયમનો ભંગ કરતા દંડ મળ્યા હતો. કારણ કે, રાજસ્થાને તેમને 3 વર્ષ માટે પોતાની ટીમમાં જોડ્યો હતો. નિયમ અનુસાર તે 3 વર્ષ સુધી અન્ય ટીમ માટે રમી શકે નહિ. આ કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે માહિતી આપી હતી કે રવિન્દ્ર જાડેજા મુંબઈ ઈન્ડિયન્સના અધિકારીઓને મળ્યા હતા. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ જાડેજા પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
