Ranji Trophy Knockouts Schedule: રણજી ટ્રોફીની નોક આઉટ મેચોનું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ
બંગાળ, ઝારખંડ, મુંબઈ, ઉત્તરાખંડ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

રણજી ટ્રોફીની નોક આઉટ મેચમાં તમામની નજર મુંબઈના સરફરાઝ ખાન પર રહેશે. આ ખેલાડીએ 137થી વધુની એવરેજથી 551 રન બનાવ્યા છે. તે સૌથી વધુ 623 રન બનાવનાર ચેતન બિષ્ટથી દૂર નથી. (PC-PTI)

મુંબઈના સ્પિનર શમ્સ મુલાનીએ રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. મુલાનીએ 3 મેચમાં 29 વિકેટ લીધી છે. તે ટૂર્નામેન્ટમાં કેટલી વિકેટ લે છે તે જોવું રહ્યું. (PC-TWITTER)

બંગાળ અને ઝારખંડ વચ્ચે રણજી ટ્રોફીની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ 4 જૂનથી શરૂ થશે. બીજી ક્વાર્ટર ફાઈનલ મુંબઈ અને ઉત્તરાખંડ વચ્ચે રમાશે. ત્રીજી ક્વાર્ટર ફાઈનલ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાશે. ચોથી ક્વાર્ટર ફાઈનલ પંજાબ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાશે. (PC-PTI)

બંગાળ, ઝારખંડ, મુંબઈ, ઉત્તરાખંડ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વખતે તેને બે રાઉન્ડમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. (PC-PTI)

રણજી ટ્રોફી 2021-22ના નોક આઉટ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ક્વાર્ટર ફાઈનલ મેચો 4 જૂનથી રમાશે જ્યારે સેમી ફાઈનલ મેચ 12 જૂનથી રમાશે. આ પછી 20 જૂનથી રણજી ટ્રોફીની ફાઈનલ રમાશે. (PC-PTI)