MS Dhoni : IPLની નવી સિઝનમાં નવી હેરસ્ટાઈલ, મેચ પહેલા MS ધોનીનો નવો લુક આવ્યો સામે, જુઓ Photo
IPL લીગની 16મી સિઝન (IPL-2023) શુક્રવાર એટલે કે આજે પ્રથમ મેચ રમાવા જઈ રહી છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લુક સામે આવ્યો છે. ધોની આ વખતે તેની નવી હેરસ્ટાઈલમાં જોવા મળશે.

IPLને વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ કહેવામાં આવે છે. તેમાં ભાગ લેનારા ખેલાડીઓ જ કરોડપતિ બની જાય છે. હવે લીગની 16મી સિઝન (IPL-2023) શુક્રવાર એટલે કે આજે પ્રથમ મેચ રમાવા જઈ રહી છે ત્યારે 2008થી શરુ થઈને 2023 સુધી એમ એસ ધોનીએ ઘણી હેરસ્ટાઈલ ચેન્જ કરી છે. ત્યારે આ એમ એસ ધોનીની પ્રથમ આઈપીએલનો લુક છે જેમાં એમએસ લાંબા વાળ સાથે ડેસિંગ લાગી રહ્યા છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ)

42 વર્ષીય ધોની પોતાની હેરસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે. એક સમયે લાંબા વાળમાં જોવા મળતા ધોનીએ ઘણી વખત પોતાનો લુક બદલ્યો છે.

એમએસ જ્યારે ટિમ ઈન્ડિયામાં આવ્યા ત્યારે તેમના વાળ ઘણા લાંબા હતા. ત્યારબાદ 2007 T20 વર્લ્ડ કપમાં તે આ જ સ્ટાઈલથી રમ્યા પરંતુ બાદમાં તેમને ટ્રિમ કરી દીધી હતી. જ્યારે તેમણે 2011નો વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેણે પોતાના વાળ કાઢી નંખાવ્યા હતા.

આઈપીએલની દરેક સિઝનમાં પણ તેમના લુક અને હેરસ્ટાઈલમાં ઘણો બદલાવ જોવા મળે છે. હવે IPLની આ સિઝનમાં પણ ધોની બદલાયેલા લુક કેવો હશે તે દરેક જાણવા માંગે છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી થશે. આ મેચ અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જે રોમાંચક રહેવાની આશા છે. ગુજરાતની કપ્તાની ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે, જ્યારે ચેન્નાઈની ટીમની કમાન અનુભવી વિકેટકીપર અને ભારતને 2 વર્લ્ડ કપ અપાવનાર મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે.

આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નવી સિઝન સાથે ફરી એકવાર નવા લુકમાં જોવા મળ્યા છે. ત્યારે ધોનીનો નવો લુક સામે આવ્યો છે. ધોનીની આ વખતે તેની નવી હેરસ્ટાઈલ એકદમ જબરદસ્ત છે જેના પરથી એમએસની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરવામાં આવી છે. જોકે આ ફોટોમાં 9 ટીમના કેપ્ટન જોવા મળી રહ્યા છે. ચેન્નાઈની જર્સી પહેરીને મહેન્દ્ર સિંહ ધોની ટ્રોફી પાસે હાર્દિક પંડ્યા સાથે ઉભા છે. તેમની નવી હેરસ્ટાઇલ થોડી ફંકી છે. તેણે પોતાના વાળને કલર કર્યા છે, જેને જોયા બાદ તેમની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે.