IPL 2025 : હાર બાદ BCCIએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો બેવડો ઝટકો, હાર્દિક પંડ્યા સહિત આ ટીમ પર લગાવ્યો કરોડોનો દંડ
પંજાબ કિગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ 2025ના ક્વોલિફાયર2 મેચ બાદ શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને કેપ્ટનોએ આ મેચમાં એક મોટી ભૂલ કરી હતી. જેને લઈ તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંધનમાં આ સજા મળી છે આ મેચમાં પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા પર આ કાર્યવાહી સ્લો ઓવર રેટના કારણે કરવામાં આવી છે. આઈપીએલના નિયમો અનુસાર ટીમોને નક્કી કરેલા સમયમાં ઓવર પૂર્ણ કરવાની હોય છે. આવું ન કરતા તેને સજા ફટકારવામાં આવે છે.

પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અગાઉ, ગુજરાત ટાઇટન્સ સામેની બંને મેચમાં સ્લો ઓવર રેટ માટે મુંબઈને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ મુંબઈએ આપેલા 203 રનના આ લક્ષ્ય 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું અને આ જીત સાથે તેઓ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી. હવે તે 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઇનલ રમશે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































