આને કહેવાય નસીબ, ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ પણ આ ખેલાડી IPL 2025માં રમશે
આઈપીએલ 2025 પહેલા 23 વર્ષના એક ખેલાડીની કિસ્મત ખુલી ગઈ છે. આ ખેલાડીને મેગા ઓક્શનમાં કોઈએ ખરીદ્યો ન હતો પરંતુ હવે આ ખેલાડીની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે.

ચેમ્પિયન ટ્રોફી 2025 બાદ ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ રમાશે. આઈપીએલ 2025ની શરુઆત 22 માર્ચથી થશે. આ સીઝન માટે ગત્ત વર્ષ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ ઓક્શનમાં ખેલાડીઓ પણ મોટી બોલી લાગી હતી. તેમાંથી કેટલાક ખેલાડીઓ એવા હતા. જેને કોઈએ ખરીદ્યા ન હતા પરંતુ આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેનાર એક ખેલાડીની કિસ્મત પણ ખુલી ગઈ છે.

આ ખેલાડી આઈપીએલની આગામી સીઝનમાં રમતો જોવા મળશે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે એક ટીમમાં સ્થાન મળ્યું છે.આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના સ્કવોડમાં ફેરફાર કરવો પડ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્પિનર અલ્લાહ ગજનફર ઈજાને કારણે આઈપીએલની આગામી સીઝન માટે બહાર થઈ ચૂક્યો છે. 18 વર્ષીય અફઘાનિસ્તાનના સ્પિનર અલ્લાહ ગઝનફરને ફ્રેક્ચર થયું છે.

રિપ્લેસમેન્ટની જાહેરાત કરતા, મુંબઈ ઇન્ડિયન્સે કહ્યું, 'અફઘાન ઑફ-સ્પિનર મુજીબ ઉર રહેમાનને મુંબઈ ઇન્ડિયન્સે અલ્લાહ ગઝનફરના રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો છે, જે ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે.

મુજીબ ઉર રહેમાન અત્યાર સુધી IPLમાં હૈદરાબાદ અને પંજાબ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 19 IPL મેચ રમી છે અને 19 વિકેટ લીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ હાલમાં હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































