MI vs PBKS : Qualifier 2 મેચમાં 10 મી ઓવરના છેલ્લા બોલે મુંબઈના ખેલાડીની એક ભૂલ અને પંજાબની થઈ જીત, પહોંચ્યું ફાઇનલમાં
ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સે 203 રન બનાવ્યા, જેમાં જોની બેયરસ્ટો, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી. પંજાબ કિંગ્સના બેટ્સમેન નેહલ વાઢેરાને મળેલુ જીવનદાન મુંબઈ માટે મોંઘું સાબિત થયું.

મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ક્વોલિફાયર-2 મેચ વરસાદને કારણે લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. મુંબઈ પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું. ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 203 રન બનાવ્યા.

મુંબઈની ઇનિંગમાં વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ ટીમને ઝડપી શરૂઆત અપાવી. તે 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. આ પછી તિલક વર્મા (44 રન) અને સૂર્યકુમાર યાદવ (44 રન) એ કમાન સંભાળી અને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા. નમન ધીરે છેલ્લી ઓવરોમાં ઝડપી બેટિંગ કરી. તેણે 18 બોલમાં 37 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈએ સૌથી વધુ બે વિકેટ લીધી. આ ઉપરાંત માર્કસ સ્ટોઈનિસ, યુઝવેન્દ્ર ચહલ, જેમીસન અને વિજયકુમારને એક-એક વિકેટ મળી.

આ મેચ દરમ્યાન પંજાબની બેટિંગ દરમ્યાન મુંબઈ ઈન્ડિયન્સ સામે શરૂઆતના આંચકાઓ બાદ, પંજાબ કિંગ્સની બેટિંગ સુધરી હતી. કેપ્ટન શ્રેયસ ઐયર અને નેહલ વાઢેરા ક્રીઝ પર રનનો વરસાદ કર્યો હતો. જોકે આ દરમ્યાન MI ની ટીમે કરેલી એક ભૂલ તેમને હાર તરફ દોરી ગઈ હતી.

ક્વોલિફાયર-2 ની બીજી ઇનિંગમાં પંજાબ બેટિંગ કરી રહ્યું હતું આ દરમ્યાન. 10 મી ઓવર હાર્દિક પંડયા નાખી રહ્યો હતો. 10 મી ઓવરના છેલ્લા બોલે નેહલ વાઢેરા 6 બોલમાં 13 રન હતા, હાર્દિક પંડયાએ 10 મી ઓવરનો છેલો બોલ ફેંક્યો અને બાઉન્ટરી પર ફિલ્ડર બોલ્ટે આ કેચ છોડ્યો હતો. આ બાદ નેહલ વાઢેરા 29 બોલમાં 48 રન સુધી પહોંચ્યો હતો. એટલે કે 13 રન પર નેહલ વાઢેરાને મળેલું જીવનદાન મુંબઈની ટીમને મોંઘું પડ્યું.

IPL 2025 ના ક્વોલિફાયર-2 માં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં, તેઓ 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

શ્રેયસ ઐયર પંજાબની જીતનો હીરો સાબિત થયો. તેણે 41 બોલમાં 87 રન ફટકારી પંજાબને વિજય અપાવ્યો. કેપ્ટન ઐયરે એકલા હાથે મુંબઈનું ગૌરવ તોડ્યું. મુંબઈએ પંજાબ માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અને આ ટીમ 200 રનનો બચાવ કરતી વખતે ક્યારેય હાર્યું ન હતું. પરંતુ હવે મુંબઈનું ગૌરવ તૂટી ગયું છે. (All Image - BCCI)






































































