AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 ચેમ્પિયન બનવાની સાથે RCBએ બનાવ્યા આ 5 રેકોર્ડ, સિઝનને વધુ યાદગાર બનાવી દીધી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ IPL 2025નો ખિતાબ જીતવામાં સફળ રહી. આ સિઝન RCB માટે ખૂબ જ ખાસ હતી. ટ્રોફી જીતવાની સાથે, તેમણે આ સિઝનમાં 5 મોટા પરાક્રમો પણ કર્યા, જે હંમેશા યાદ રહેશે.

| Updated on: Jun 04, 2025 | 4:04 PM
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025માં માત્ર પહેલી ટ્રોફી જીતીને જ નહીં પરંતુ ઘણા મોટા રેકોર્ડ પણ બનાવીને ઈતિહાસ રચ્યો છે. આ સિઝનમાં RCBએ પોતાની બેટિંગ, બોલિંગ અને રણનીતિથી બધાને પ્રભાવિત કર્યા અને ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. જેણે RCBને આ સિઝનની સૌથી ખાસ ટીમ બનાવી.

1 / 6
IPL 2025માં, RCB એકમાત્ર ટીમ બની જેણે તેની બધી જ અવે મેચ (હોમ ગ્રાઉન્ડ બહારની મેચ) જીતી. તે IPL ઈતિહાસમાં આવું કરનારી પ્રથમ ટીમ બની. દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હોય કે કોલકાતાનું ઈડન ગાર્ડન્સ, RCBએ દરેક મેદાન પર પ્રભુત્વ મેળવ્યું. આ પ્રદર્શને તેમને ટુર્નામેન્ટમાં એક અલગ ઓળખ આપી અને જીતનો માર્ગ સરળ બનાવ્યો.

2 / 6
આ સિઝનમાં RCBએ કુલ 11 મેચ જીતી છે, જે IPL સિઝનમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ છે. આ દરમિયાન, તેઓએ લીગ સ્ટેજમાં 9 મેચ જીતી અને પ્લેઓફમાં પણ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. તેઓએ ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને ટ્રોફી જીતી.

3 / 6
આ વખતે RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ઘરમાં હરાવ્યું. તેઓ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં 6154 દિવસ પછી જીત્યા. 28 માર્ચ 2025ના રોજ રમાયેલી આ મેચમાં RCBએ CSKને 50 રનથી હરાવ્યું. આ જીતથી તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ પણ લાંબા સમયથી આ જીતની રાહ જોઈ રહેલા ચાહકોને પણ એક મોટી ભેટ મળી.

4 / 6
આ વખતે RCBએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે 3619 દિવસ (લગભગ 10 વર્ષ) પછી જીત મેળવી. આ મેદાન પર છેલ્લી વખત તેઓ 2015માં જીત્યા હતા, અને ત્યારથી તેઓ સતત હારનો સામનો કરી રહ્યા હતા. 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 12 રનથી મળેલા વિજયથી આ લાંબા દુકાળનો અંત આવ્યો. આ વિજયે RCBને નવી ઉર્જા આપી અને ચેમ્પિયન બનવાનો તેમનો માર્ગ મજબૂત બનાવ્યો.

5 / 6
આ સિઝનમાં, RCBના  9 ખેલાડીઓએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો, જે IPLની એક સિઝનમાં કોઈપણ ટીમના ખેલાડીઓ દ્વારા બીજા ક્રમનો સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ  છે. આ રેકોર્ડ દર્શાવે છે કે RCBની જીતમાં આખી ટીમે ફાળો આપ્યો હતો, અને તે સંતુલિત પ્રદર્શનનું પરિણામ હતું. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં RCBએ ટ્રોફી જીતી 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">