ભારતની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયા સામેની 11 ટી20 સીરિઝ માંથી 6 ભારતના નામે
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જોકે ચોથી ટી20 મેચની શ્રેણીમાં ભારતની જીત સાથે ભારતે ઇતિહાસ રચ્યો છે. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સાથે રમેલી 11 મેચ માંથી 6 મેચમાં જીત હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે.

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 2007 થી અત્યાર સુધી માં કુલ 11 ટી20 મેચ રમાઈ છે. જેમાં ભારતની 6 સીરિઝમાં જીત થઈ છે. અને ઓસ્ટ્રેલિયાની ફક્ત બે જ મેચમાં જીત થઈ છે. જોકે અન્ય 3 મેચ ડ્રો થઈ હતી.

સતત ત્રીજી ટી20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. કારણ કે ટી20 સીરિઝમાં 2020, 2022 અને 2023 આ તમામ ત્રણ સીરિઝમાં ભારતની જીત થઈ છે.

હાલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામેની 11 મી ટી20 સીરિઝ ભારતે પોતાના નામે કરી છે. પાંચ મેચની ટી20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ફક્ત 2 અથવા 3 મેચની સીરિઝ રમાતી હતી. જોકે આ વખતે પ્રથમ વાર 5 મેચની સીરિઝ રમી છે.

એક બાદ કે મેચમાં કાંગારૂઓની ટી20 સીરિઝમાં હાર થઈ રહી છે ત્યારે આ ઓસ્ટ્રેલિયાની હારમાં મોટાભાગની સીરિઝ ભારતમાં રમાઈ છે. ભારતમાં રમાયેલી છ સીરિઝ માંથી 4 માં ઓસ્ટ્રેલિયાની હાર થઈ છે. 2019માં રમાયેલી એક સીરિઝ ઓસ્ટ્રેલિયાના નામે થઈ હતી. અને 2017 ની એક સીરિઝ ડ્રો થઈ હતી.
