ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે આ ભારતીય સ્ટાર ખેલાડી, 1 વર્ષ પહેલા રમી હતી છેલ્લી મેચ
સયૈદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ 26 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટ ભારતના એક ખેલાડી માટે ખુબ જ મહત્વની રહેશે. કારણ કે, આ ખેલાડી 1 વર્ષ બાદ ક્રિકેટની મેદાનમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અનફિટ હોવા છતાં તે કોમ્પિટેટિવ ક્રિકેટથી દુર હતો.

ભારતીય ઘરેલું ક્રિકેટનું સૌથી મોટું ટી20 ટૂર્નામેન્ટ સયૈદ મુશ્તાક અલી 26 નવેમ્બરના રોજથી શરુ થઈ રહ્યું છે. આઈપીએલ 2026ના ઓક્શન પહેલા અનેક ખેલાડીઓ પોતાની રમત દેખાડવા મેદાનમાં ઉતરશે. જેમાં ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ખેલાડીનું નામ પણ સામેલ છે. જેમણે છેલ્લા 1 વર્ષમાં કોઈ પણ ક્રિકેટ મેચ રમી નથી.

સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ માટે વિદર્ભે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન હર્ષ દુબે સંભાળી રહ્યો છે.

જેમણે હાલમાં એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં શાનદાર રમત દેખાડી હતી. તેમજ સ્કવોડમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

ઉમેશ યાદવ અનફિટ હોવાને કારણે છેલ્લા 1 વર્ષથી ક્રિકેટના મેદાનથી દુર છે. તેમણે ગત્ત નવેમ્બર મહિનામાં પોતાની છેલ્લી પ્રોફેશનલ મેચ રમી હતી. ત્યારે પણ તે સયૈદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. પરંતુ હવે તે આઈપીએલ 2026 ઓક્શન પહેલા ક્રિકેટન મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે.

38 વર્ષના ઉમેશ યાદવ ગત્ત આઈપીએલ સીઝનનો ભાગ ન હતો. ગત્ત વર્ષે નવેમ્બરમાં આઈપીએલ 2025 ઓક્શનમાં ઉમેશ યાદવને કોઈ ખરીદનાર મળ્યું ન હતુ અને તે અનશોલ્ડ રહ્યો હતો. ઉમેશ યાદવની પાસે સયૈદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી આઈપીએલમાં વાપસી કરવાની તક છે.

ઉમેશ યાદવે છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈ પણ મેચ રમી નથી. ઉમેશ યાદવ છેલ્લી વખત ભારત માટે સફેદ જર્સીમાં વર્ષ 2023માં રમ્યો હતો. તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી કુલ 57 ટેસ્ટ મેચ, 75 વનડે અને 9 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 288 વિકેટ લીધી છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના સેટઅપનો ભાગ નથી.
બાળપણ અત્યંત ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ ,રણજીથી શરૂઆત કરી આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો
