પિતા પ્રોફેસર તો પત્ની ઈન્ટીરિયર ડિઝાઈનર, આવો છે 2 દીકરાના પિતા નીતિશ રાણાનો પરિવાર
જોડિયા બાળકોના માતા-પિતા બન્યા પછી નીતિશ રાણા અને સાચી મારવાહને ચાહકો શુભકામના પાઠવી રહ્યા છે. નીતિશ રાણાજે IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. તો આજે આપણે નીતિશ રાણાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

ભારતીય ક્રિકેટર નીતિશ રાણાનો જન્મ 27 ડિસેમ્બર 1993ના રોજ દિલ્હી ભારતમાં થયો હતો. તેમના પિતાનું નામ દારા સિંહ રાણા છે, જે ગણિતના પ્રોફેસર છે. જ્યારે તેમની માતા સતીશ રાણા ગૃહિણી છે.

નીતિશના ત્રણ ભાઈ-બહેન છે. તેમના ભાઈનું નામ આશિષ રાણા છે અને તેમની બહેનનું નામ વિશાખા રાણા છે. ફેબ્રુઆરી 2019 માં, નીતિશ રાણાએ તેમની ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે લગ્ન કર્યા છે.

નીતિશ રાણાને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. તેમને ભણવામાં બિલકુલ રસ નહોતો. નીતિશ રાણાએ દેવ સેન્ટેનરી પબ્લિક સ્કૂલ અને વિદ્યા જૈન સ્કૂલમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું.

નીતિશ રાણા 2 દીકરાનો પિતા છે. તો જુઓ પરિવારમાં કોણ કોણ છે

નીતિશ રાણાનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને તેમના પિતાએ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. એટલા માટે નીતિશ રાણાના પિતાએ તેમને ક્યારેય ભણવા માટે દબાણ કર્યું નહીં

નીતિશ રાણા એક ભારતીય ક્રિકેટર છે જેણે 2021માં વન ડે ઇન્ટરનેશનલ અને ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ડાબા હાથનો બેટ્સમેન અને ઓફ સ્પિન બોલર છે.

નીતિશ રાણા હાલમાં સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરે છે, અગાઉ દિલ્હી માટે રમી ચૂક્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં, તે મુંબઈ ઇન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ માટે રમી ચૂક્યો છે અને IPL 2025ની સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

IPL 2023 સીઝન દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐયરની જગ્યાએ કોલકાતા નાઈટ રાઇડર્સનું પણ નેતૃત્વ કર્યું હતું, જે ઈજાને કારણે બહાર થયો હતો. 2018ની IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2018માં નીતિશ રાણાને 2018-19 દેવધર ટ્રોફી માટે ઈન્ડિયા A ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. ડિસેમ્બર 2018માં, તેને 2018 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ઈન્ડિયા Bની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. ઓક્ટોબર 2019માં, તેને 2019-20 દેવધર ટ્રોફી માટે ઈન્ડિયા Bની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

જૂન 2021માં નીતિશ રાણાને શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતની વન ડે ઇન્ટરનેશનલ (ODI) અને ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

નીતિશ રાણાએ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું.તેણે પોતાના ડેબ્યૂમાં 14 બોલમાં 7 રન બનાવ્યા હતા.તેણે 28 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે ભારત માટે T20Iડેબ્યૂ કર્યું હતું

નીતિશ રાણા ખૂબ જ સરળ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. તેમણે પોતાના શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ આજે તેમણે પોતાની મહેનત અને પોતાના દમ પર ઘણા પૈસા કમાયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશ રાણાની કુલ સંપત્તિ લગભગ 50 કરોડ રૂપિયા છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ઘરેલુ ક્રિકેટ મેચ ફી અને IPL કરાર છે.

આ ઉપરાંત, તેઓ ઘણી મોટી બ્રાન્ડ્સ સાથેના એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. નીતિશ રાણા તેમની પત્ની સાચી સાથે દિલ્હીમાં એક વૈભવી ઘરમાં રહે છે. આ ઘરની અંદાજિત કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
