પિતા પાનની દુકાન ચલાવી ભરપોષણ કરતા હતા, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે
અવશે 20 ફેબ્રુઆરી 2022 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે તેની ટી20I ડેબ્યૂ કરી હતી. ખાને શ્રીલંકા સામેની છેલ્લી T20Iમાં તેની પ્રથમ T20I વિકેટ લીધી હતી. 24 જુલાઈ 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે ODI ડેબ્યુ કર્યું હતું.તો ચાલો અવેશ ખાનના પરિવાર વિશે જાણીએ.

અવેશ ખાનનો જન્મ 13 ડિસેમ્બર 1996ના રોજ ઈન્દોર શહેરમાં થયો હતો. તેના પિતાનું નામ આશિક ખાન અને માતાનું નામ સબિહા છે. અવેશ ખાન સિવાય તેનો એક ભાઈ પણ છે. જેનું નામ અસદ ખાન છે.

અવેશ ખાને સૌથી પહેલા ધરેલું મેચ પોતાની ટીમ તરફથી 2014-15માં રણજી ટ્રોફી મેચ રમી હતી,2015માં અંડર-19 મેચ રમવાની તક મળી. અવેશ આ મેચ માટે સખત મહેનત અને ઘણી તૈયારી કરવાનું શરૂ કર્યું.

5 ફેબ્રુઆરી 2018ના રોજ તેણે વિજય હજારે ટ્રોફીમાં તેની હોમ ટીમ મધ્ય પ્રદેશ A ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. ઓક્ટોબર 2019 માં તેને દેવધર ટ્રોફી માટે ભારતીય ટીમ Cમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

અવેશ ખાને 14 એપ્રિલ 2017માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ 2022માં લખનઉ સુપર જાયન્ટ તરફથી લીગમાં 10 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તે સમયે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંધો ખેલાડી બન્યો હતો.

અવેશ ફાસ્ટ બોલર છે જે તેની સ્પીડ માટે જાણીતો છે. અવેશ અંદાજે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.
