World Cup : ભારતે અત્યારસુધી 5 વર્લ્ડકપ જીત્યા, જુઓ ફોટો
ભારતે અત્યારસુધી કુલ 5 વર્લ્ડકપ જીત્યા છે. જેમાંથી 3 વનડે વર્લ્ડકપ છે અને 2 ટી20 વર્લ્ડકપ છે. માત્ર 4 કેપ્ટનોએ 5 ટ્રોફી દેશને જીતાડી છે. એક કેપ્ટને 2 ટ્રોફી જીતી છે. એક મહિલા કેપ્ટનનું નામ પણ આ લીસ્ટમાં સામેલ છે.

ભારતીય ટીમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્લ્ડકપ જીતાડનાર કુલ 4 કેપ્ટન છે. જેમાંથી 3 પુરુષ અને એક મહિલા ખેલાડીનું નામ સામેલ છે. 3 કેપ્ટને વનડે વર્લ્ડકપ અને એક કેપ્ટને ટી20 વર્લ્ડકપ જીત્યો છે. એક કેપ્ટન એવો પણ છે. જેમણે બંન્ને ખિતાબ ભારતીય ટીમને અપાવ્યા છે.

કપિલ દેવે ભારતને પહેલી વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. ભારતીય ક્રિકેટ ટીમે 1983માં વર્લ્ડકપની ફાઈનલમાં વેસ્ટઈન્ડિઝને હરાવ્યું હતુ. કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે પહેલી વખત કોઈ વર્લ્ડકપ જીત્યો હતો.

એમએસ ધોની ટી20 વર્લ્ડકપ ટીમ ઈન્ડિયાને જીતાડનાર પહેલો કેપ્ટન હતો. જ્યારે વનડે વર્લ્ડકપ ટ્રોફી જીતાડનાર બીજો કેપ્ટન હતો. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007માં ટી20 વર્લ્ડકપ પાકિસ્તાનને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી અને 2011માં શ્રીલંકાને ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું હતુ.

હિટમેન રોહિત શર્મા ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો. જેમણે દેશને વર્લ્ડકપની ટ્રોફી અપાવી હતી. 2024માં ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાને હરાવી ટ્રોફી જીતી હતી. તે બીજો એવો ભારતીય કેપ્ટન હતો. જેમણે દેશને બીજીટી20 વર્લ્ડકપની ટ્રોફી અપાવી હતી.

હરમનપ્રીત કૌર પહેલી ભારતીય મહિલા કેપ્ટન બની ગઈ છે. જેમણે ક્રિકેટ વર્લ્ડકપ જીતાડ્યો છે. આ સિવાય તે ચોથી ભારતીય છે. જેમણે ઈન્ટરનેશલ ક્રિકેટમાં કોઈ વર્લ્ડકપ ટ્રોફી જીતી હોય. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતુ.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
