AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુઓ આજનું રાશિફળ: ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે દિવસ: ઘરમાં ધાર્મિક પ્રસંગ અને જીવનસાથી તરફથી મળશે સુખદ સમાચાર

જુઓ આજનું રાશિફળ: ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે દિવસ: ઘરમાં ધાર્મિક પ્રસંગ અને જીવનસાથી તરફથી મળશે સુખદ સમાચાર

| Updated on: Feb 22, 2026 | 8:01 AM
Share

આજે તમે ઉચ્ચ સ્તરની ઉર્જાનો અનુભવ કરશો, જે તમારા દરેક કામમાં સફળતા અપાવશે. જીવનસાથી સાથે કોઈ ખાસ અને સુખદ સમાચાર શેર કરવાનો અવસર મળશે, જે ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી દેશે. રમતગમત અને આઉટડોર એક્ટિવિટીઝ આજે તમને માનસિક સ્ફૂર્તિ આપશે.

મેષ રાશિ: આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ તેની સાથે તમારે દાન-પુણ્ય પણ કરવું જોઈએ કારણ કે તેનાથી તમને માનસિક શાંતિ મળશે.

વૃષભ રાશિ: આજે તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, જે તમને તંદુરસ્ત રાખશે. ઉતાવળમાં નિર્ણયો ન લો- ખાસ કરીને મહત્વના આર્થિક સોદામાં ભાવતાલ કરતી વખતે સાવધાની રાખવી.

મિથુન રાશિ: આજે તમારા ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારે તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ.

કર્ક રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઊર્જા જળવાઈ રહેશે.

સિંહ રાશિ: તમારી જાતને શારીરિક વ્યાયામનો આનંદ લેવા દો, તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

કન્યા રાશિ: આજે તમને દિવસના બીજા ભાગમાં આર્થિક રીતે ફાયદો થશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ દરેકને ખુશ રાખશે.

તુલા રાશિ: આજે જો તમે સૂઝબૂઝથી કામ લેશો, તો આજે વધારાનું ધન કમાઈ શકો છો.વ્યાપરીઓને ધંધામાં લાભ થશે. તમારા પ્રિયપાત્રને ઘરના કામ માં મદદ કરવું.

વૃશ્ચિક રાશિ: આઉટડોર રમતો તમને આકર્ષિત કરશે- ધ્યાન અને યોગ તમને ફાયદો પહોંચાડશે. આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થઈ શકે છે.

ધન રાશિ: આજે રોકાણથી ફાયદો થઈ શકે છે. ઘરને સજાવવા ઉપરાંત બાળકોની જરૂરિયાતો પર પણ ધ્યાન આપો. બાળકો ઘરમાં ઉત્સાહ અને ખુશીઓની ભેટ લાવે છે.

મકર રાશિ: બીજા સાથે ખુશીઓ વહેંચવાથી સ્વાસ્થ્ય વધુ ખીલી ઉઠશે. આર્થિક પક્ષ મજબૂત બનવાની પૂરેપૂરી સંભાવના છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે.

કુંભ રાશિ: આજે તમે કોઈની પણ મદદ લીધા વિના ધન કમાવવામાં સક્ષમ રહેશો. તમને પરિવારના સભ્યો અને મિત્રો સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે.

મીન રાશિ: તમે પૈસા કમાઈ શકો છો, શરત એટલી જ કે તમે તમારી જમા મૂડી પરંપરાગત રીતે રોકાણ કરો. તમારા બાળકો માટે કંઈક ખાસ યોજના બનાવો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે

g clip-path="url(#clip0_868_265)">