AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં PG વિવાદ: પ્રેમચંદનગરમાં રહેવાસીઓએ PG સામે કર્યા ઢોલ વગાડીને કર્યો વિરોધ અને દેખાવો

અમદાવાદમાં PG વિવાદ: પ્રેમચંદનગરમાં રહેવાસીઓએ PG સામે કર્યા ઢોલ વગાડીને કર્યો વિરોધ અને દેખાવો

| Updated on: Feb 21, 2026 | 7:22 PM
Share

અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ.રહીશોએ ઢોલ વગાડી PG સામે કર્યા દેખાવો. પ્રેમચંદનગરમાં AMCએ 20 PGને સીલ કર્યા હતા. સીલ કર્યા બાદ AMCએ સીલ ખોલી આપતા સ્થાનિકોમાં આક્રોશ છે. . PG સંચાલકો ધમકી આપતા હોવાનો રહીશોનો આક્ષેપ. રહેણાક વિસ્તારમાં PGને મંજૂરી ન આપવા સ્થાનિકોની માગણી.

ઢોલ વગાડીને જતાં આ લોકો કોઈ જાહેરાત નથી કરી રહ્યા. ન કોઈ પ્રસંગ છે. આ તો વિરોધ છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવના પ્રેમચંદનગરમાં AMCએ 20 PGને સીલ કર્યા હતા. જો કે, સીલ કર્યા બાદ AMCએ સીલ ખોલી આપતા સ્થાનિકોમાં આક્રોશ છે. જેને લઈને તેમણે દેખાવો કર્યા. PG સંચાલકો ધમકી આપતા હોવાનો રહીશોનો આક્ષેપ છે. તો સાથે જ રહેણાક વિસ્તારમાં PGને મંજૂરી ન આપવા સ્થાનિકોએ માગ કરી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે જે પીજી ચાલે છે તેના કારણે સોસાયટીને ભારે ન્યુસન્સનો સામનો કરવો પડે છે. પીજીમાં રહેતા છોકરા છોકરીઓ ગમે તેવી સ્થિતિમાં ઉભા હોય છે જેના કારણે સ્થાનિકોને આવવા જવામાં શરમ અનુભવે છે. જ્યારે છોકરાઓને આ બાબતે સ્થાનિકો દ્વારા ટોકવાનો પ્રયાસ થયો તો છોકરાઓ તુમાખી સાથે ધમકી આપે છે કે થાય તે કરી લો. જ્યા ફરિયાદ કરવી હોય ત્યાં કરો. આ બધી સમસ્યાને કારણે ત્રાસેલા સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો કરી છતા તેમને ગંભીરતાથી લેવામાં આવતા નથી.

તો બીજી તરફ PG સંચાલકોનો દાવો છે કે, તેમણે કાયદાકીય રીતે દંડ ભરીને ફરી PGને ખોલાવ્યા છે. અને PGમાં રહેતા યુવાનો રઝળે નહીં એટલે વ્યવસ્થા કરી છે. બંને પક્ષે આક્ષેપબાજી થઈ રહી છે. જો કે, PGનો વિવાદ અમદાવાદમાં દિવસેને દિવસે વકરી રહ્યો છે. PGનો વકર્યો વિવાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">