AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO માર્કેટમાં આવશે સુનામી: આગામી 7 દિવસમાં 8 મોટા IPO, શું તમે આ જેકપોટ માટે તૈયાર છો

શેરબજારમાં કમાણીનો ‘મહાકુંભ’ શરૂ થઈ રહ્યો છે! ફેબ્રુઆરીના છેલ્લા 7 દિવસોમાં 4 મેઈનબોર્ડ અને 4 SME આઈપીઓ આવી રહ્યા છે. સૌથી મોટો ₹3,100 કરોડનો આઈપીઓ ક્લીન મેક્સનો છે

| Updated on: Feb 22, 2026 | 6:17 PM
Share
ભારતીય શેરબજારમાં આગામી 7 દિવસ રોકાણકારો માટે કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછા નહીં હોય. ફેબ્રુઆરીનો અંતિમ સપ્તાહ પ્રાઇમરી માર્કેટમાં (Primary Market) એક અભૂતપૂર્વ હલચલ લઈને આવી રહ્યો છે. લાંબા સમયની શાંતિ પછી, બજારમાં અચાનક IPO નો એવો વિસ્ફોટ થવા જઈ રહ્યો છે જેની અસર દલાલ સ્ટ્રીટથી લઈને સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયો સુધી જોવા મળશે. મેઈનબોર્ડ અને SME સેગમેન્ટમાં મળીને કુલ 8 કંપનીઓ બજારના દરવાજા ખખડાવી રહી છે, જેનો મુખ્ય હેતુ હજારો કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનો છે

1 / 6
આ અઠવાડિયાનું સૌથી મોટું આકર્ષણ ક્લીન મેક્સ એનવાયરો એનર્જી ડાયનામિક્સ (Clean Max) છે. આ કંપની અધધ.. ₹3,100 કરોડ એકત્ર કરવાના ઈરાદે મેદાનમાં ઉતરી છે. 23 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ખુલનારા આ IPO ની પ્રાઇસ બેન્ડ ₹1,000 થી ₹1,053 રાખવામાં આવી છે. ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરતી આ કંપનીમાં રોકાણકારોની ભારે ભીડ જોવા મળી શકે છે

2 / 6
પરંતુ વાત અહીં પૂરી નથી થતી. આ જ દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીએ શ્રી રામ ટ્વિસ્ટેક્સ પણ પોતાનો ₹110 કરોડનો ફ્રેશ ઈશ્યુ લાવી રહી છે. જો તમે જ્વેલરી સેક્ટરમાં વિશ્વાસ ધરાવતા હોવ, તો 24 ફેબ્રુઆરીથી PNGS રેવા ડાયમંડ જ્વેલરી નો ₹380 કરોડનો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે. સપ્તાહના અંતિમ તબક્કામાં, 25 ફેબ્રુઆરીએ ઓમ્નીટેક એન્જિનિયરિંગ ₹583 કરોડ એકત્ર કરવા માટે તેનો દાવો રજૂ કરશે. આ ચારેય કંપનીઓ અલગ-અલગ સેક્ટરની હોવાથી રોકાણકારો પાસે પસંદગીની વિશાળ તક રહેશે

3 / 6
જ્યારે મેઈનબોર્ડ IPO હેડલાઈન્સ બનાવી રહ્યા છે, ત્યારે SME (Small and Medium Enterprises) પ્લેટફોર્મ પર પણ 4 કંપનીઓ ધૂમ મચાવવા તૈયાર છે. ક્યાસા રિટેલ, મોબિલાઈઝ એપ લેબ અને એકોર્ડ ટ્રાન્સફોર્મર ના IPO 23 ફેબ્રુઆરીએ એકસાથે ખુલશે. આ નાની કંપનીઓ ઘણીવાર લિસ્ટિંગના દિવસે જ જંગી પ્રીમિયમ આપીને રોકાણકારોને ચોંકાવી દેતી હોય છે. સપ્તાહના અંતે યાપ ડિજિટલ પણ લિસ્ટમાં જોડાશે, જેના દ્વારા ડિજિટલ સેક્ટરમાં નવી તકો ઉભી થશે

4 / 6
નવા IPO ઉપરાંત, જે લોકોએ અગાઉ રોકાણ કર્યું છે તેમના માટે પણ આ અઠવાડિયું નિર્ણાયક છે. મેઈનબોર્ડમાં ગૌડિયમ IVF (Gaudium IVF) જેવી હેલ્થકેર ક્ષેત્રની જાણીતી કંપની 27 ફેબ્રુઆરીએ લિસ્ટ થશે. આ ઉપરાંત ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝ (24 ફેબ્રુઆરી), યશતેજ ઇન્ડસ્ટ્રીઝ (25 ફેબ્રુઆરી) અને મણિલમ ઇન્ડસ્ટ્રીઝ (27 ફેબ્રુઆરી) ના શેર પણ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. બજારના જાણકારોનું કહેવું છે કે જો લિસ્ટિંગ પોઝિટિવ રહેશે, તો તે સેકન્ડરી માર્કેટમાં પણ ઉત્સાહ વધારશે

5 / 6
આટલી બધી કંપનીઓ એકસાથે આવતી હોવાથી રોકાણકારોમાં મુંઝવણ પણ છે કે પૈસા ક્યાં રોકવા? દરેક કંપનીના પ્રોસ્પેક્ટસ, તેમના દેવાની સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ તપાસવી અનિવાર્ય છે. શું આ કંપનીઓ લિસ્ટિંગના દિવસે 30-40% જેટલો નફો કરાવી આપશે? કે પછી લાંબા ગાળા માટે રાખવા જેવા શેર છે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી સપ્તાહમાં બજારની ચાલ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પરથી મળશે

6 / 6

ભગવદ્ ગીતા અનુસાર આ બે વ્યક્તિઓના આશીર્વાદ ખોલશે તમારી પ્રગતિના દ્વાર, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">