AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી તેજીની તૈયારી! શું સોનામાં રોકાણ કરવાની આ છેલ્લી તક છે? નવા ડેટામાં થયો ‘મોટો ખુલાસો’

શું સોનાના બજારમાં કોઈ મોટું તોફાન આવવાનું છે? અત્યારે ભલે બધું શાંત દેખાતું હોય પણ નવા ડેટામાં એક એવો 'મોટો ખુલાસો' થયો છે કે, જેણે રોકાણકારોની ઊંઘ ઉડાવી દીધી છે.

| Updated on: Feb 22, 2026 | 4:58 PM
Share
UBS એ તાજેતરમાં જ તેનો નવીનતમ 'હાઉસ વ્યુ' (House View) રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં વૈશ્વિક કોમોડિટી ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા સોના (XAUUSD) માટે $6,200 પ્રતિ ઔંસનો નવો ભાવ લક્ષ્યાંક (Price Target) નક્કી કરવામાં આવ્યો છે, જેની પાછળ જીઓ-પોલિટિકલ જોખમ અને અનુકૂળ મેક્રો ઇકોનોમિક વાતાવરણ જવાબદાર હોવાનું જણાવાયું છે.

1 / 10
20 ફેબ્રુઆરીના રોજ સોનું $5,035 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે 0.8% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઈરાન પર અમેરિકાના હુમલાના જોખમ છતાં સોનાના ભાવ સ્થિર રહ્યા છે અને તેના પર કોઈ ખાસ અસર પડી નથી.

2 / 10
સોનાના ભાવમાં વધારાના લક્ષ્યાંક પાછળનું એક મુખ્ય કારણ ઇરાન અને વોશિંગ્ટન ડીસી (અમેરિકા) વચ્ચે વધતો તણાવ છે. આ તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી જોવા મળી છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ $72/બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 'અમેરિકા' મધ્ય પૂર્વ (Middle East) માં એકત્રિત કરી રહ્યું છે.

3 / 10
વિશ્લેષકોએ નોંધ્યું છે કે, મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૈન્ય નિર્માણ આ વર્ષની શરૂઆતમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કરાયેલા ઓપરેશન કરતા ઘણું મોટાપાયે છે. અમેરિકાની આ સૈન્ય હલચલ બતાવે છે કે, તે વેનેઝુએલા જેવી નાની કાર્યવાહીને બદલે ઈરાન સાથે લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

4 / 10
UBS ના વ્યૂહરચનાકાર ડોમિનિક સ્નડરે નોંધ્યું છે કે, Geopolitical ઘટનાઓની વૈશ્વિક બજારો પર ભાગ્યે જ કાયમી અસર પડે છે પરંતુ તે અસ્થાયી અસ્થિરતા (Volatility) લાવવા માટે એક ખાસ ટ્રિગર સાબિત થાય છે, જે રોકાણકારોને સોના જેવા 'પોર્ટફોલિયો હેજિંગ' તરફ દોરી જાય છે.

5 / 10
આ ઉપરાંત, મૂળભૂત મેક્રો આર્થિક વાતાવરણ હજુ પણ નોન યિલ્ડિંગ એસેટ્સ માટે ખૂબ જ અનુકૂળ રહે છે. UBS ને અપેક્ષા છે કે, ફેડરલ રિઝર્વ તેની ઇઝિંગ સાઇકલ ચાલુ રાખશે અને સપ્ટેમ્બર સુધીમાં 25 બેસિસ પોઇન્ટના બે વ્યાજદર ઘટાડાની આગાહી કરે છે.

6 / 10
અમેરિકાના નીચા વાસ્તવિક વ્યાજ દરો અને યુએસ ડોલરમાં સંભવિત નબળાઈ 'સોના' માટે સતત પ્રોત્સાહક પરિબળો (Tailwinds) તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. વર્ષ 2025 માં પ્રથમ વખત વૈશ્વિક સોનાની માંગ 5,000 મેટ્રિક ટનને વટાવી ગઈ છે અને UBS ને અપેક્ષા છે કે, સેન્ટ્રલ બેંકોની મજબૂત ખરીદી તેમજ વધતી જતી રોકાણ પ્રવૃત્તિને કારણે આમાં વધુ વધારો થશે.

7 / 10
બીજી તરફ, સોનાનો પુરવઠો સ્થિર રહ્યો છે. Wood Mackenzieના વિશ્લેષકોનો અંદાજ છે કે, વર્ષ 2028 સુધીમાં 80 ખાણો તેમની હાલની ઉત્પાદન યોજનાઓ પૂર્ણ કરી દેશે. આનો અર્થ એ છે કે, એશિયન જ્વેલરી બજારો અને સેન્ટ્રલ બેન્કોની માંગ વધતી હોવા છતાં નવા પુરવઠાને તેની સાથે ગતિ રાખવામાં મુશ્કેલી પડી શકે છે.

8 / 10
નોંધપાત્ર બાબત એ છે કે, જ્યારે અમેરિકા વેપાર અને જીઓ-પોલિટિકલ અવરોધોનો સામનો કરી રહ્યું છે, ત્યારે UBS યુરોપિયન ઇક્વિટીઝ (શેરબજાર) તેજીમાં (Bullish) રહેશે, તેવી આશા વ્યક્ત કરી છે. જર્મનીમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારાને કારણે, જ્યાં મેન્યુફેક્ચરિંગ PMI જૂન 2022 પછી પ્રથમ વખત 50 ની ઉપર પહોંચ્યો છે, ત્યાં UBS અપેક્ષા રાખે છે કે, વર્ષ 2027 સુધીમાં યુરોપિયન પ્રોફિટ ગ્રોથ વધીને 18% થઈ જશે.

9 / 10
UBS ભલામણ કરે છે કે, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં સોનામાં 5% (મિડ-સિંગલ-ડિજિટ) સુધીનું રોકાણ કરવું જોઈએ. પ્રતિ ઔંસ $6,200ના ભાવ લક્ષ્ય સાથે કંપની સોનાને હાલ બજાર અને આર્થિક અનિશ્ચિતતાઓના વિવિધ જોખમો સામે સૌથી અસરકારક હેજ તરીકે જુએ છે.

10 / 10

Gold Silver : સોનાને કેરેટમાં અને ચાંદીને કિલોમાં કેમ માપવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

Follow Us
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો

સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો

સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

g clip-path="url(#clip0_868_265)">