T20 World Cup 2024 : જાણો ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો
આઈસીસી મહિલા ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2024ની 12મી મેચ બુધવારના રોજ 9 ઓક્ટોબરના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે.

હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની શરુઆત ખરાબ રીતે થઈ છે. પહેલી મેચ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 58 રનથી હાર મળી હતી. ભારતની આ હારનું મુખ્ય કારણ ન્યુઝીલેન્ડનો વિશાળ સ્કોર સિવાય ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ પણ હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2024 ગ્રુપ એ મેચ બુધવાર 9 ઓક્ટોબરના ભારતીય સમયઅનુસાર 7:30 કલાકથી દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

મહિલા ટી20 વર્લ્ડકપ 2024 ગ્રુપ એમાં ભારત અને શ્રીલંકાની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ગ્રુપ એમાં ભારત અને શ્રીલંકાની મેચ ભારતમાં તમે ડિઝ્ની હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ જોઈ શકો છો.

ભારતીય મહિલા ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી પરંતુ ભારતીય ટીમે મજબુત વાપસી કરી છે. પાકિસ્તાનને 6 વિકેટથી હાર આપી છે. ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ મેચમાં જીતની આશા રાખી રહી છે.

તેમજ ટીમ સતર્ક પણ રહેશે.કારણ કે, હાલમાં એશિયા કપ 2024ની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવી ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો હતો.
