AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શ્રીલંકામાં ટેસ્ટમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ? 9 વર્ષ પહેલા કોહલીની કેપ્ટનશીપમાં થયો હતો કમાલ

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. ટીમ ઈન્ડિયા નવ વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ રમવા ઉતરશે. શ્રેણી શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમના શ્રીલંકામાં ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ.

| Updated on: Aug 11, 2026 | 8:25 PM
Share
15 ઓગસ્ટથી ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. શ્રીલંકામાં ભારતે અત્યાર સુધી કુલ 24 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 9 મેચમાં જીત મેળવી છે, જ્યારે 7માં હારનો સામનો કર્યો છે. 8 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. હવે ગિલની ટીમ આ રેકોર્ડને વધુ મજબૂત બનાવવા ઉતરશે.

1 / 5
ભારતનો છેલ્લો શ્રીલંકા પ્રવાસ 2017માં થયો હતો. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી હરાવીને ક્લીન સ્વીપ કર્યો હતો.

2 / 5
આ શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ પણ જોરદાર બોલ્યું હતું. તેણે 600થી વધુ રન બનાવ્યા હતા. ભારત-શ્રીલંકા વચ્ચેની એક ટેસ્ટ શ્રેણીમાં 600થી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

3 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 46 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાં ભારતે 22 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાને માત્ર 7 જીત મળી છે. છેલ્લે 2022માં ભારતે શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું.

4 / 5
હવે શુભમન ગિલની સામે શ્રીલંકામાં આ પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખવાનો પડકાર છે. ગાલેમાં 15 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે, જ્યારે બીજી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાની નવી T20 સિરીઝ જાહેર, ત્રણેય મેચ એક જ મેદાનમાં રમાશે, જાણો શેડ્યૂલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">