AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શંકરસિંહ વાઘેલા અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી - Video

શંકરસિંહ વાઘેલા અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી – Video

| Updated on: Oct 03, 2026 | 9:36 PM
Share

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અંગેના પોતાના વિવાદિત નિવેદન પર માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ જે બોલ્યા છે તે "ડંકાની ચોટ પર" બોલ્યા છે અને દલિત-આદિવાસી સમાજના હકની વાત કરી છે. વાઘેલાએ ભાજપ પર મુદ્દાને ખોટી રીતે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અનામત અંગેના તેમના તાજેતરના વિવાદિત નિવેદન પર અડગ રહ્યા છે. તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે “માફી માંગવાનો કોઈ સવાલ જ નથી.” વાઘેલાએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ જે બોલ્યા છે તે “ડંકાની ચોટ પર” બોલ્યા છે અને તેમનો હેતુ દલિત અને આદિવાસી સમાજના અધિકારોની વાત કરવાનો હતો.

તેમણે ભાજપ પર આ મુદ્દાને રાજકીય રીતે ખોટી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. વાઘેલાએ સ્પષ્ટતા કરી કે તેઓ કોઈપણ સમાજના વિરોધી નથી અને તેમણે તેમના રાજકીય જીવનમાં ક્યારેય નિવેદન આપ્યા પછી માફી માંગી નથી.

ઉલ્લેખનિય છે કે નર્મદા જિલ્લાના સાગબારામાં તેમના નિવેદન બાદ સવર્ણ સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બાપુનો દાવો છે કે તેમના નિવેદનને તેના મૂળ સંદર્ભથી અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેઓ માત્ર દલિત અને આદિવાસી સમાજના અધિકારોની વાત કરી રહ્યા હતા.

શંકરસિંહે તેમના નિવેદનના મૂળ સંદર્ભને સમજાવતા કહ્યું કે, તેમનો ઉલ્લેખ ભાજપ સરકાર, પછી ભલે તે કેન્દ્રમાં હોય કે ગુજરાતમાં, જે અનામત વિરોધી છે તેના પ્રત્યે હતો. તેમણે બક્ષીપંચનો ઉલ્લેખ કરતા કહ્યું કે 70 ટકા સમાજ ભાજપ સરકારના વિરોધમાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અનામત એ દલિત સમાજ માટે હતું જે ભૂતકાળમાં મેલું ઉપાડતો હતો, જેને મંદિરમાં પાણી પીવાની સગવડ નહોતી મળતી, અને ગામમાં વરઘોડો કાઢવાની પણ મનાઈ હતી. વાઘેલાના મતે, આવા દલિત સમાજની હાલત સુધારવા અને તેમને સમાનતા અપાવવા માટે અનામત જરૂરી હતું. તેમણે કહ્યું કે આ સમાજે જે મુશ્કેલીઓ ભોગવી હતી, તેનું વળતર અનામત છે. તેમણે એમ પણ કહ્યું કે, જો આજે પણ એવી જ પરિસ્થિતિ હોય કે આપણે મેલું ઉપાડવું પડે, તો આપણી હાલત કેવી હોય, તે સંદર્ભમાં તેમણે વાત કરી હતી.

“સવર્ણો મેલુ ઉપાડીને બતાવે તો …..” કોંગ્રેસમાં ઘરવાપસી પહેલા જ શંકરસિંહ બાપુએ બાફ્યુ, નિવેદનથી સવર્ણો થયા લાલચોળ- VIDEO

Follow Us
g clip-path="url(#clip0_868_265)">