Gold Silver Rate In Gujarat : અમદાવાદથી ગાંધીનગર સુધી, જાણો ગુજરાતના કયા શહેરમાં આજે સોનાનો ભાવ સૌથી ઓછો છે !
ગુજરાતમાં આજે 03 ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ અને ફિઝિલ ગોલ્ડ તથા Gold ETFના ખર્ચમાં કેટલો તફાવત છે, જાણો સંપૂર્ણ માહિતી.

આજની તારીખ 03 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | Unsplash)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,230 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,790 અને 1,11,920 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,52,890 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,40,150 રુપિયા અને 1,14,670 રુપિયા હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 29 સપ્ટેમ્બરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,850 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,450 અને 1,11,640 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (3 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,36,790 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,49,230 છે. જે 2 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,55,400 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹6,170 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,49,230.00 અને 3% GST (₹4,476.90) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,74,634.10 થી ₹1,88,229.80 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,49,976.15 થી ₹1,50,722.30 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unsplash)
આ પણ વાંચો, વાયર્ડ કે વાયરલેસ… ઘરમાં WiFi લગાવતા પહેલાં જાણી લો, કયું કનેક્શન આપશે વધુ ઝડપી અને સ્ટેબલ સ્પીડ
