AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં IRM CNGના ભાવમાં મોટો વધારો, નવો ભાવ ₹94ને પાર, વાહનચાલકોને મોટો ફટકો

બનાસકાંઠામાં IRM CNGના ભાવમાં મોટો વધારો, નવો ભાવ ₹94ને પાર, વાહનચાલકોને મોટો ફટકો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2026 | 9:52 PM
Share

બનાસકાંઠામાં IRM CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹6નો મોટો વધારો થયો છે, જેના કારણે ભાવ ₹94 પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. મોંઘવારીના આ મારથી રોજિંદી કમાણી કરતા રિક્ષાચાલકોની મુશ્કેલી વધી છે.

બનાસકાંઠામાં મોંઘવારીના માર વચ્ચે વાહનચાલકો માટે વધુ એક મોટો ફટકો પડ્યો. IRM CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ અંદાજે 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ભાવ વધારા બાદ CNGનો ભાવ 94 રૂપિયાને પાર પહોંચી ગયો. અચાનક થયેલા ભાવ વધારાની સીધી અસર સામાન્ય વાહનચાલકોની સાથે ખાસ કરીને પેસેન્જર વાહનચાલકો પર પડી છે. રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકો માટે તો આ ભાવવધારો વધુ એક મુશ્કેલી લઈને આવ્યો છે.એક તરફ CNGના ભાવ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ રિક્ષા અને પેસેન્જર વાહનોના ભાડામાં મનફાવે તેમ વધારો કરવો શક્ય નથી. જેના કારણે રિક્ષાચાલકોની આવક અને ખર્ચ વચ્ચેનું ગણિત ખોરવાયું.

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં થયેલા વધારાએ વાહનચાલકોની ચિંતા વધારી છે. ખાસ કરીને રોજિંદા મુસાફરોને સેવા આપતા રિક્ષાચાલકો માટે ભાવવધારો મોટો આર્થિક બોજ બની રહ્યો છે.રિક્ષાચાલકોનું કહેવું છે કે તેઓ CNG પર નિર્ભર છે. દરરોજ CNG ભરાવવા પાછળ થતો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ મુસાફરો પાસેથી ભાડું વધારવું સરળ નથી. રિક્ષાચાલકોની માંગ છે કે CNGના ભાવમાં થયેલા વધારા અંગે સરકાર અને સંબંધિત કંપનીઓએ ગંભીરતાથી વિચારવું જોઈએ

શંકરસિંહ વાઘેલા અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી – Video

“સવર્ણો મેલુ ઉપાડીને બતાવે તો …..” કોંગ્રેસમાં ઘરવાપસી પહેલા જ શંકરસિંહ બાપુએ બાફ્યુ, નિવેદનથી સવર્ણો થયા લાલચોળ- VIDEO

Published on: Oct 03, 2026 09:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">