Breaking News : સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતના અલથાણ વિસ્તારમાં એક બાળકને લાફો મારતો વીડિયો વાયરલ થયો છે. દિવ્યાંગ બાળકી સાથેના ઝઘડા બાદ બાળકીના પિતાએ અન્ય બાળકને માર માર્યો હતો.
સુરતના અલથાણ વિસ્તારમાં બાળકને લાફા મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજહંસ સિમ્ફોનિયા સોસાયટીમાં બનેલી આ ઘટનામાં એક શખ્સ બાળકને માર મારતો CCTV કેમેરામાં કેદ થયો છે. ઘટનાને લઈને સોસાયટીમાં પણ ચર્ચા જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ, બાળકો વચ્ચે થયેલી તકરાર બાદ સમગ્ર મામલો વણસ્યો હતો. બાળકનો એક દિવ્યાંગ બાળકી સાથે ઝઘડો થયો હતો. આ વાતની જાણ થતાં બાળકીના પિતા રોષે ભરાયા હતા અને તેમણે બાળકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં શખ્સ બાળકને લાફા મારતો જોવા મળે છે. ઘટનાને પગલે બંને પરિવારો વચ્ચે પણ વિવાદની સ્થિતિ સર્જાઈ હતી.
જોકે, બાદમાં સોસાયટીના અગ્રણીઓએ સમગ્ર મામલે મધ્યસ્થી કરી હતી. તેમની સમજાવટ બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને અંતે મામલો થાળે પડ્યો હતો.
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, લોકોમાં કૂતુહલ સાથે ડર, જુઓ CCTV Video

