વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ટક્કર લેવાની છે. બંને ટીમો વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થશે, જેની પ્રથમ મેચ લખનૌમાં રમાશે. T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા (Team India) નો રેકોર્ડ દેખીતી રીતે જ આગળ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ સંતુલિત દેખાઈ રહી છે. ભારત પાસે યુવા ખેલાડીઓની સાથે સાથે અનુભવી ખેલાડીઓ પણ છે જેઓ વિશ્વ ક્રિકેટમાં મોટું નામ છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ યુવા ટીમ છે અને તેનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર વનેન્દુ હસરંગા પણ ટી20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જાણો T20 સિરીઝમાં બંને ટીમનો શું રેકોર્ડ છે.
1 / 5
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 14માં જીત મેળવી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત છે.
2 / 5
ભારતે ઘરઆંગણે શ્રીલંકા સામે 11 માંથી 8 મેચ જીતી છે અને માત્ર 2માં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને તેમના જ ઘરમાં 8માંથી 5 મેચ માં હરાવ્યું છે.
3 / 5
શ્રીલંકાએ ભારતથી માત્ર એક જ T20 શ્રેણી જીતી છે. ગયા વર્ષે ભારતે તેની B ટીમ શ્રીલંકા મોકલી હતી જ્યાં યજમાનોએ ટીમ ઈન્ડિયાને 2-1 થી હરાવ્યું હતું.
4 / 5
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ છે, જેમાંથી 2 શ્રેણી ટીમ ઈન્ડિયાએ જીતી છે, એક શ્રીલંકાના નામે રહી છે અને એક શ્રેણી ડ્રો રહી છે. જ્યારે શ્રીલંકા છેલ્લી વખત T20 સિરીઝ રમવા માટે ભારત આવ્યું હતું ત્યારે તેને ટીમ ઈન્ડિયાએ 2-0 થી હરાવ્યું હતું. વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાનો 3-0 થી ક્લીન સ્વીપ કર્યો હતો.