IND vs SL: 2-0થી ક્લીનસ્વીપ પાક્કી? જ્યાં બીજી ટેસ્ટ રમાશે ત્યાં ટીમ ઈન્ડિયા 15 વર્ષથી નથી હારી
ગાલેમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી ટેસ્ટ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. શ્રીલંકા માટે આ મેચ કરો યા મરો જેવી રહેશે, પરંતુ આ મેદાનના છેલ્લા 15 વર્ષના આંકડા ભારતની તરફેણમાં છે. શું આ વખતે પણ ઈતિહાસ ટીમ ઈન્ડિયાની સાથે રહેશે?

ભારતે ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે. હવે 23 ઓગસ્ટથી કોલંબોના SSC મેદાનમાં બીજી અને અંતિમ ટેસ્ટ રમાશે, જ્યાં જીત અથવા ડ્રો ભારતને શ્રેણી જીત અપાવશે.

SSC મેદાન પર છેલ્લા 15 વર્ષમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2010 બાદ ટીમ ઈન્ડિયાએ અહીં ત્રણ ટેસ્ટ રમી છે, જેમાં એક ડ્રો અને બે મેચમાં મોટી જીત મેળવી છે. ભારતનો છેલ્લો પરાજય અહીં 2008માં થયો હતો.

એકંદરે ભારતે SSCમાં અત્યાર સુધી નવ ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ત્રણમાં જીત મેળવી છે, બેમાં હારનો સામનો કર્યો છે, જ્યારે ચાર ટેસ્ટ ડ્રો રહી છે. આ આંકડા આગામી મેચ પહેલાં ભારતીય ટીમનું મનોબળ વધારી શકે છે.

આ મેદાન પર વર્તમાન ટીમમાંથી માત્ર કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને રમવાનો અનુભવ છે. રાહુલે અહીં બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સમાં 61 રન બનાવ્યા છે. બીજી તરફ જાડેજાએ એક ટેસ્ટમાં 70 રન સાથે સાત વિકેટ ઝડપી હતી. જાડેજાને આ શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હવે શ્રેણી બચાવવા શ્રીલંકાએ SSCમાં ભારતનો મજબૂત રેકોર્ડ તોડવો પડશે, જ્યારે ગિલની ટીમની નજર શ્રેણી 2-0થી શ્રેણી ક્લીનસ્વીપ કરવા પર છે. (PC:PTI/X)
IND vs SL: શ્રીલંકા સામે 10 વિકેટ લેનાર માનવ સુથારના હાથમાં એવું શું છે જે તેને ખાસ બનાવે છે?
