Breaking News : આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો, નવસારીમાં કરાયું ડિમોલિશન, જુઓ Video
નવસારીના જલાલપુરમાં ઓંજલ દરિયાકિનારે આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. મહેસૂલ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 6,000 ચોરસ મીટર સરકારી ખારપાટી જમીન દબાણમુક્ત કરાવી.
નવસારીના જલાલપુરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓંજલ દરિયાકિનારે આવેલા આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 6,000 ચોરસ મીટર સરકારી ખારપાટી જમીન મુક્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ જમીન પર તેર વર્ષ પહેલાં પણ આસારામ આશ્રમનું દબાણ હતું, જેને 2013માં હટાવવામાં આવ્યું હતું. જોકે, ફરીથી આ જમીન પર શેડ, ફેન્સિંગ અને અન્ય બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
જેસીબીની મદદથી શેડ, પેવર બ્લોક, તાર ફેન્સિંગ અને હવનકુંડ સહિતનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું. તલાટી કમ મંત્રી ઓંજલ માછીવાડ અને જલાલપોર પોલીસ સ્ટેશનની ટીમે આ દબાણ હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં શ્રાવણ માસ દરમિયાન જાહેર રસ્તા પર નોનવેજ વેચાણ બંધ કરવાની MLAએ કરી માંગ, જુઓ Video
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video

