માર્કેટના દરેક તબક્કામાં હાઈ રિટર્નની ગેરંટી? આ 5 ફંડ્સે આપ્યું ‘અદ્ભુત વળતર’, 10 વર્ષમાં સતત બેન્ચમાર્કને છોડ્યા પાછળ
શેરબજારમાં સુરક્ષિત અને સ્થિર રોકાણ માટે લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સને હંમેશા પ્રથમ પસંદગી માનવામાં આવે છે. જો કે, દરેક ફંડ પોતાના બેન્ચમાર્કને પાછળ છોડી શકતું નથી. જો તમે પણ એવા ફંડ્સ શોધી રહ્યા છો કે, જેમણે 5 અને 10 વર્ષના લાંબા ગાળામાં સતત શાનદાર પર્ફોર્મન્સ આપીને બેન્ચમાર્ક કરતા વધુ રિટર્ન આપ્યું છે, તો આ સમાચાર તમારા માટે છે.

લાર્જ-કેપ ફંડ્સ મોટી અને મજબૂત કંપનીઓમાં રોકાણ કરે છે, તેથી તેમને ઇક્વિટીમાં વધુ સ્ટેબલ વિકલ્પ માનવામાં આવે છે. જો કે, દરેક લાર્જ-કેપ ફંડ પોતાના બેન્ચમાર્ક કરતાં વધુ રિટર્ન આપી શકતું નથી. લાંબાગાળે બેન્ચમાર્કને સતત પાછળ છોડવું એ મોટી વાત છે. એવામાં આ ટોપ 5 ફંડ છે કે, જેમણે 5 વર્ષ અને 10 વર્ષ બંનેમાં પોતાના બેન્ચમાર્ક કરતાં વધુ રિટર્ન આપ્યું છે.

આ લિસ્ટમાં ટોચ પર Nippon India Large Cap Fund છે. Value Research ના ડેટા અનુસાર, ફંડના Direct Plan એ 10 વર્ષમાં વાર્ષિક આશરે 15% રિટર્ન આપ્યું, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન આશરે 13% રહ્યું હતું. ટૂંકમાં, આ ફંડે આશરે 2.00 ટકા પોઇન્ટનો વધારો હાંસલ કર્યો. 5 વર્ષના સમયગાળામાં પણ ફંડે વાર્ષિક 15% રિટર્ન આપ્યું, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન 10.70% હતું. આ સમયગાળા દરમિયાન ફંડે બેન્ચમાર્કને આશરે 4.30 ટકા પોઇન્ટથી પાછળ છોડ્યો.

આ લિસ્ટમાં બીજું મોટું નામ ICICI Prudential Large Cap Fund છે. Value Research ના આંકડા મુજબ, ફંડે 10 વર્ષમાં વાર્ષિક 14% રિટર્ન આપ્યું, જ્યારે બેન્ચમાર્કે 12.84% રિટર્ન આપ્યું હતું. સરળ રીતે જોઈએ તો, આશરે 1.16 ટકા પોઇન્ટનું આઉટપર્ફોર્મન્સ કર્યું છે. 5 વર્ષમાં ફંડનું રિટર્ન 13% રહ્યું, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન 10.70% હતું. આ સમયગાળામાં પણ ફંડ આશરે 2.30 ટકા પોઇન્ટ આગળ રહ્યું.

Invesco India Largecap Fund પણ આ સ્ક્રીનમાં મજબૂત દેખાય છે. Value Research ના આંકડા મુજબ, 10 વર્ષના સમયગાળામાં તેના ડિરેક્ટ પ્લાને વાર્ષિક 14% રિટર્ન આપ્યું, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન 12.84% હતું. 5 વર્ષમાં ફંડનું રિટર્ન 13% રહ્યું, જ્યારે બેન્ચમાર્કે 10.70% આપ્યું. આમ જોવા જઈએ તો, બંને લાંબા સમયગાળામાં ફંડ બેન્ચમાર્કથી આગળ રહ્યું.

Canara Robeco Large Cap Fund નું પણ લાંબાગાળાનું પર્ફોર્મન્સ ધ્યાન આપવા જેવું છે. જુલાઈ 2026 ના ઉપલબ્ધ આંકડા મુજબ, Direct Plan એ 10 વર્ષમાં આશરે 14.39% CAGR આપ્યો, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન આશરે 12.84% રહ્યું. 5 વર્ષમાં ફંડનો CAGR આશરે 10.83% હતો, જ્યારે બેન્ચમાર્ક આશરે 10.70% રહ્યો.

ત્યાર બાદ Baroda BNP Paribas Large Cap Fund ને જોઈ શકાય છે. એપ્રિલ 2026 ની AMC ફેક્ટશીટ મુજબ, Direct Plan એ 5 વર્ષમાં 12.46% નું SIP રિટર્ન અને 10 વર્ષમાં 13.69% નું SIP રિટર્ન આપ્યું. આ જ સમયગાળામાં સંબંધિત બેન્ચમાર્કના SIP રિટર્ન અનુક્રમે 12.46% અને 10.70% રહ્યા.

કોઈપણ મ્યુચ્યુઅલ ફંડના એક વર્ષના રિટર્ન પરથી તેની સાચી કન્સિસ્ટન્સીનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. બજારમાં કોઈ એક વર્ષમાં તેજી કે મંદીના કારણે પર્ફોર્મન્સ ઘણું બદલાઈ શકે છે. એવામાં જ્યારે કોઈ ફંડ 5 વર્ષ અને 10 વર્ષ બંને ટાઈમ પીરિયડમાં બેન્ચમાર્કથી આગળ રહે છે, ત્યારે તેનાથી ઓછામાં ઓછો એવો સંકેત મળે છે કે તેનું પર્ફોર્મન્સ માત્ર કોઈ એક ટૂંકાગાળાની તેજી પર નિર્ભર નથી રહ્યું.

5 અને 10 વર્ષમાં બેન્ચમાર્કને પાછળ છોડવું એ કોઈ ફંડની મજબૂતીનો સંકેત હોઈ શકે છે પરંતુ તેને ભવિષ્યના રિટર્નની ગેરંટી માની શકાય નહીં. ફંડ પસંદ કરતી વખતે Expense Ratio, Portfolio Concentration, Risk-Adjusted Returns, Standard Deviation, ફંડ મેનેજરની કન્સિસ્ટન્સી, AUM અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જેવા ફેક્ટર્સ પણ જોવા જોઈએ.

લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ મુખ્યત્વે મોટી અને સ્થાપિત કંપનીઓમાં રોકાણ કરે છે. આ કંપનીઓમાં સામાન્ય રીતે મજબૂત બિઝનેસ મોડલ, મોટો માર્કેટ શેર અને સ્ટેબલ ગ્રોથ જોવા મળે છે. આ જ કારણ છે કે, લાર્જ-કેપ ફંડ્સને મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સની સરખામણીમાં ઓછા ઉતાર-ચઢાવ વાળા માનવામાં આવે છે. હવે આનો અર્થ એ નથી કે, તેમાં જોખમ નથી હોતું. આ ઇક્વિટી ફંડ્સ છે અને બજારમાં ઘટાડા દરમિયાન તેમના NAV માં પણ તીવ્ર ઘટાડો આવી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
એક સાચો નિર્ણય અને ₹5 લાખના બન્યા ‘₹2.3 કરોડ’, આ 2 ધમાકેદાર ફંડ્સે બદલી નાખી રોકાણકારોની કિસ્મત
