AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking : દારૂબંધીના ઉડ્યા લીરેલીરા! સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ, 4ની કરાઈ ધરપકડ

Surat Breaking : દારૂબંધીના ઉડ્યા લીરેલીરા! સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ, 4ની કરાઈ ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2026 | 12:07 PM
Share

સિદ્ધાર્થ નગરની સરકારી શાળામાં રાત્રિના સમયે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીને લઈને સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ નગરની સરકારી શાળામાં રાત્રિના સમયે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમજ શાળાના ગાર્ડને જવાબદારી પરથી બરતરફ કરવામાં આવ્યો છે.

સરકારી શાળામાં દારૂની મહેફિલ !

વાયરલ વીડિયોમાં શાળાના વર્ગખંડમાં રાત્રિના અંધારામાં કેટલાક લોકો દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારી શાળાના પરિસરમાં આવી રીતે દારૂની મહેફિલ યોજાતી હોવાના વીડિયો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

ચાર લોકોની ધરપકડ કરી

શિક્ષણ સમિતિ દ્વારા સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ, પોલીસે સરકારી શાળામાં દારૂની પાર્ટી કરનારા સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સંબંધિત સિક્યુરિટી ગાર્ડને બરતરફ કર્યો છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે શહેરની તમામ શાળાઓને જરૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભેસ્તાન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયો ક્યારનો છે અને તેમાં દેખાતા લોકો કોણ છે, તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

શાળાના પરિસરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા સવાલો

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સરકારી શાળાના વર્ગખંડમાં જ દારૂની મહેફિલ યોજાઈ હોવાના દાવાએ સુરત પોલીસ અને શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. શાળામાં રાત્રિના સમયે લોકો પ્રવેશ્યા કેવી રીતે અને આ સમગ્ર ઘટનાની જાણ જવાબદાર તંત્રને કેમ ન થઈ, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ ભેસ્તાન પોલીસની તપાસ બાદ જ વાયરલ વીડિયોની હકીકત અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવશે.

Breaking News : ભાવનગરમાં નકલી દારૂના મામલે વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળ્યો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Aug 20, 2026 12:03 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">