Breaking News: રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો Video વાયરલ, પોલીસની કામગીરી સામે સવાલ
રાજકોટમાં ભાવનગરની નકલી દારૂની ઘટના વચ્ચે દારૂના ખુલ્લેઆમ વેચાણનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જાહેરમાં દારૂની હેરાફેરી અને વેચાણ થતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં
થોરાળા વિસ્તારમાંનો હોવાની શક્યતા વચ્ચે વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે થોરાળા પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલા બુટલેગર સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા મહિલા બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દારૂના વેચાણ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગરની ઘટના વચ્ચે રાજકોટનો વીડિયો ચર્ચામાં
ભાવનગરમાં નકલી દારૂ કાંડને પગલે દારૂના ગેરકાયદે વેચાણ સામે પોલીસની કામગીરી ચર્ચામાં છે ત્યારે રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હવે પોલીસની તપાસમાં વાયરલ વીડિયોની હકીકત શું છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો- Ahmedabad Breaking News : અમદાવાદમાં AMCની ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ખોરાકમાં જીવાત, મેંદામાં જીવડાં મળતાં અનેક એકમો સીલ, જુઓ Video